________________
કર્મવાદ
૧૩
બૌદ્ધ દર્શનમાં વિશેષતઃ પ્રસિદ્ધ છે. આશય શબ્દ ખાસ કરીને સાંખ્ય અને યોગ દર્શનોમાં મળે છે. ધર્માધર્મ, અદૃષ્ટ અને સંસ્કાર શબ્દો વિશેષપણે ન્યાય અને વૈશેષિક દર્શનોમાં પ્રચલિત છે. દૈવ, ભાગ્ય, પુણ્ય-પાપ વગેરે શબ્દો એવા છે જેમનો પ્રયોગ સાધારણપણે બધાં દર્શનોમાં થયો છે. આમ ચાર્વાકને છોડી બાકી બધા ભારતીય દર્શનોએ કોઈ ને કોઈ રૂપમાં અને કોઈ ને કોઈ નામે કર્મનું અસ્તિત્વ સ્વીકાર્યું છે. કર્મ આત્મતત્ત્વનું વિરોધી છે. તે આત્માના જ્ઞાનાદિ ગુણોના આવિર્ભાવ યા પ્રાકટ્યમાં બાધક છે. કર્મનો સંપૂર્ણ ક્ષય થતાં જ આત્મા પોતાના ખરા રૂપમાં પ્રતિષ્ઠિત થાય છે પોતાના વાસ્તવિક રૂપમાં પ્રગટ થાય છે. આત્માની આ અવસ્થાનું નામ સ્વરૂપાવસ્થા કે વિશુદ્ધાવસ્થા છે.
આત્મા અને કર્મનો સંબંધ અનાદિ છે. જીવ જૂનાં કર્મોનો ક્ષય કરતા કરતા નવાં કર્મો બાંધતો રહે છે. જ્યાં સુધી જીવનાં પૂર્વે બાંધેલાં બધાં કર્મો નાશ પામી ન જાય અને નવાં કર્મોનું આવવું અટકે નહિ ત્યાં સુધી તે જીવ ભવબંધનમાંથી મુક્તિ પામે નહિ. એક વાર સમસ્ત કર્મોનો ક્ષય થઈ જાય એટલે પછી ફરી કર્મબંધ થતો નથી કારણ કે એ અવસ્થામાં કર્મબંધનું કોઈ કારણ વિદ્યમાન નથી હોતું. આત્માની આ અવસ્થાને મુક્તિ, મોક્ષ, નિર્વાણ કે સિદ્ધિ કહે છે.
કર્મબંધનાં કારણ
જૈન પરંપરામાં સામાન્ય રીતે કર્મબંધનાં બે કારણ માનવામાં આવ્યાં છે : યોગ અને કષાય. મન, વાણી અને શરીરની પ્રવૃત્તિને યોગ કહે છે. ક્રોધ વગેરે માનસિક આવેગ કષાય છે. એમ તો કષાયના અનેક ભેદો થઈ શકે છે પરંતુ સ્થૂળ દૃષ્ટિએ એના બે ભેદ કરવામાં આવ્યા છે : રાગ અને દ્વેષ. રાગદ્વેષજન્ય શારીરિક અને માનસિક પ્રવૃત્તિ જ કર્મબંધનું કારણ છે. એમ તો દરેક ક્રિયા કર્મબંધનું કારણ છે પરંતુ જે ક્રિયા કષાયજન્ય હોય છે તે ક્રિયાથી થના૨ો કર્મબંધ વિશેષ બળવાન હોય છે, જ્યારે કષાયરહિત ક્રિયાથી થનારો કર્મબંધ અત્યંત દુર્બળ અને અલ્પાયુ હોય છે. એનો નાશ કરવામાં અલ્પ શક્તિ અને અલ્પ સમય લાગે છે. બીજા શબ્દોમાં, યોગ અને કષાય બંને કર્મબંધનાં કારણ છે પરંતુ એ બેમાં પ્રબળ કારણ તો કષાય જ છે.
૧. જુઓ ‘કર્મવિપાક'ના પં. સુખલાલજીએ કરેલા હિંદી અનુવાદની પ્રસ્તાવના, પૃ. ૨૩.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org