________________
૧૦
કર્મસાહિત્ય અને આગમિક પ્રકરણ
વગેરેમાં આ વિષયની પ્રચુર સામગ્રી મળે છે. બૌદ્ધ ત્રિપિટકોમાં કુધ કાત્યાયન અને પૂરણ કશ્યપને પણ આ મતના સમર્થક કહ્યા છે.
યદચ્છાવાદ યદચ્છાવાદી માને છે કે કોઈ નિશ્ચિત કારણ વિના જ કાર્ય ઉત્પન્ન થાય છે. કોઈ પણ ઘટના નિષ્કારણ એટલે કે અકસ્માત્ જ બને છે. ન્યાયસૂત્રકારના શબ્દોમાં યદચ્છાવાદનું મન્તવ્ય આ છે અનિમિત્ત એટલે કે કોઈ ખાસ નિમિત્ત વિના જ, કાંટાની તીક્ષ્ણતાની જેમ, વસ્તુઓની ઉત્પત્તિ થાય છે. યદચ્છાવાદ, અકસ્માત્વાદ અને અનિમિત્તવાદ એકાર્થક છે. એ વાદોમાં કાર્યકારણભાવ અર્થાત્ હેતુહેતુમદ્ભાવનો સર્વથા અભાવ છે.
ભૂતવાદ–ભૂતવાદી પૃથ્વી, જળ, અગ્નિ અને વાયુ આ ચાર ભૂતોમાંથી જ બધા જ જડ અને ચેતન પદાર્થોની ઉત્પત્તિ માને છે. ભૂતો સિવાય કોઈ સ્વતંત્ર જડ કે ચેતન પદાર્થ જગતમાં અસ્તિત્વ ધરાવતું નથી. જેને આપણે આત્મતત્ત્વ કે ચેતનતત્ત્વ કહીએ છીએ એ તો આ જ ચાર ભૂતોની એક ખાસ પરિણિત છે. આ ખાસ પરિણિત અમુક ખાસ પરિસ્થિતિમાં ઉત્પન્ન થાય છે અને આ ખાસ પરિસ્થિતિ દૂર થતાં આ ખાસ પરિણિત નાશ પામે છે – વિખેરાઈ જાય છે. જેમ ચૂનો, સોપારી, કાથો, પાન વગેરેનો વિશિષ્ટ સંયોગ કે સમ્મિશ્રણ થતાં લાલ રંગ ઉત્પન્ન થાય છે તેમ ચાર ભૂતોનું વિશિષ્ટ સંયોજન થતાં ચૈતન્યની ઉત્પત્તિ થાય છે. ચૈતન્ય હમેશા શરીર સાથે જોડાયેલું હોય છે અને શરીરનો નાશ થતાં જ ચાર ભૂતોના સંયોગમાં કંઈક ગડબડ થતાં જ ચૈતન્યનો પણ નાશ થઈ જાય છે. તેથી ઇલોક ઉપરાંત પરલોકને માનવો એ મૂર્ખતા છે. મનુષ્યજીવનનું એક માત્ર ધ્યેય ઐહિક સુખ છે. પારલૌકિક સુખને પ્રાપ્ત કરવા માટે જણાવાયેલાં સાધનો વ્યર્થ છે. ઐહિક સુખને છોડી બીજા કોઈ સુખની કલ્પના કરનારો પોતાની જાતને છેતરે છે. પ્રત્યક્ષ એક જ પ્રમાણ છે, અને ઉપયોગિતા જ આચારવિચારનો માપદંડ છે.
3
-
૧. દીઘનિકાયઃ સામગ્ગફલસુત્ત. ૩. સર્વદર્શનસંગ્રહ, પરિચ્છેદ ૧
-
ડાર્વિનનો વિકાસવાદનો સિદ્ધાંત પણ ભૌતિકવાદનું જ એક પરિષ્કૃત રૂપ છે. આ સિદ્ધાન્ત અનુસાર પ્રાણીઓની શરીરશક્તિ અને પ્રાણશક્તિનો ક્રમશઃ વિકાસ થાય છે. જડ તત્ત્વોના વિકાસની સાથે સાથે જ ચેતન તત્ત્વનો પણ વિકાસ થતો રહે છે. આ ચેતન તત્ત્વ જડ તત્ત્વનું જ એક અંગ છે, તે તેનાથી સર્વથા ભિન્ન એવું સ્વતન્ત્ર તત્ત્વ નથી.
૨. ન્યાયસૂત્ર, ૪.૧.૨૨.
Jain Education International
For Private & Personal Use Only
-
www.jainelibrary.org