________________
વિધિ-વિધાન, કલા, મંત્ર, તંત્ર, પર્વ અને તીર્થ
૩૨૧ વૃક્ષનું ઉન્મેલન તથા ધર્મસર્વસ્વની દેશના – આ વિષયોનું વર્ણન આવે છે.
આની એક ટીકાના કર્તા જિનપ્રભસૂરિ છે. વળી, તેના ઉપર એક અજ્ઞાતકર્તક વૃત્તિ પણ છે. તેનો પ્રારંભ “શ્રીવીરસ્ય પદાઝ્મોજથી થયો છે. યત્રરાજ
આને ય–રાજગમ તથા સક્ય–રાજગમ' પણ કહે છે. તેની રચના મદનસૂરિના શિષ્ય મહેન્દ્રસૂરિએ ૧૭૮ પદ્યોમાં શક સંવત્ ૧૨૯૨માં કરી છે. તે ૧. ગણિત, ૨. કન્ઝઘટના, ૩. યન્ઝરચના, ૪. યત્નશોધન અને ૫. યત્રવિચારણા આ પાંચ અધ્યાયોમાં વિભક્ત છે. પહેલા અધ્યાયમાં જ્યા, ક્રાન્તિ, સૌમ્ય, યામ્ય આદિ યત્નોનું નિરૂપણ છે. બીજા અધ્યાયમાં યત્રની રચનાના વિષયમાં વિચાર કરવામાં આવ્યો છે. ત્રીજામાં યન્ત્રના પ્રકારો અને સાધનોનો ઉલ્લેખ આવે છે. ચોથામાં યન્સના શોધનનો વિષય નિરૂપ્યો છે. પાંચમામાં ગ્રહો અને નક્ષત્રોનાં અંશ, શંકુની છાયા તથા ભૌમાદિના ઉદય અને અસ્તનું વર્ણન છે.
ટીકા – મલયેન્દુસૂરિકૃત ટીકામાં વિવિધ કોઠકો આવે છે.' યત્રરાજરચનાપ્રકાર
આ સવાઈ જયસિંહની રચના છે. કલ્પપ્રદીપ અથવા વિવિધતીર્થકલ્પ
આ જિનપ્રભસૂરિની સુપ્રસિદ્ધ અને મહત્ત્વપૂર્ણ કૃતિ છે. તેમાં ઐતિહાસિક અને ભૌગોલિક સામગ્રી ઉપરાંત જૈન તીર્થોની ઉત્પત્તિ વગેરે વિશે પર્યાપ્ત
૧. આ કૃતિ મલયેન્દુસૂરિની ટીકા સાથે નિર્ણયસાગર મુદ્રણાલયે સન્ ૧૯૩૬માં પ્રકાશિત કરી છે. ૨-૩. આનું વિશેષ વિવરણ જૈન સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ (ખંડ ૧)ના ઉપોદ્ધાત (પૃ.૭૬
૭૭)માં તથા “યત્રરાજનું રેખાદર્શન' નામના લેખમાં આપ્યું છે. આ લેખ જૈનધર્મ પ્રકાશ
(૫.૭૫, અંક ૫-૬)માં પ્રકાશિત થયો છે. ૪. આ ગ્રન્થ “વિવિધતીર્થકલ્પ'ના નામે સિંઘી જૈન ગ્રન્થમાલામાં સન્ ૧૯૩૪માં પ્રકાશિત થયો છે.
તેને “તીર્થકલ્પ' પણ કહે છે. તેના અંતે આપવામાં આવેલી વિશેષ નામોની સૂચીમાં કેટલાક “યાવની' ભાષાના તથા સ્થાનોના પણ શબ્દ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org