________________
કર્મસાહિત્ય અને આગમિક પ્રકરણ
૩૨૨
માહિતી આપી છે. તેમાં કેટલાક કલ્પો સંસ્કૃતમાં છે તો કેટલાક જૈન મહારાષ્ટ્રીમાં છે; કેટલાક પઘમાં છે તો કેટલાક ગદ્યમાં છે. બધા કલ્પોની રચના એક જ સ્થાને અને એક જ સમયે થઈ નથી. કોઈ કોઈ કલ્પમાં જ રચનાવર્ષનો ઉલ્લેખ છે. અગીઆરમો વૈભારગિરિકલ્પ વિ.સં.૧૩૬૪માં રચાયો છે, એવો નિર્દેશ ગ્રન્થકારે પોતે કર્યો છે. આખા ગ્રન્થના અંતે પ્રાપ્ત સમાપ્તિકથનમાં વિ.સં.૧૩૮૯નો ઉલ્લેખ છે. તેથી આ ગ્રન્થ લગભગ વિ.સં.૧૩૬૪થી ૧૩૮૯ના સમયગાળામાં રચાયો હશે.
સમાપ્તિકથન અનુસાર આ ગ્રન્થમાં ૬૦-૬૧ કલ્પો છે. તેમાં અગીઆર સ્તવનરૂપ છે, છ કથાચરિત્રાત્મક છે તથા બાકીનામાં સ્થાનોનું વર્ણન આવે છે. છેલ્લા પ્રકારના કલ્પોમાંથી ‘ચતુરશીતિમહાતીર્થનામસંગ્રહ' નામના ૪૫મા કલ્પમાં તો કેવળ તીર્થોનાં નામ જ ગણાવ્યાં છે. ગિરિનારગિરિના ચાર કલ્પો છે, જ્યારે સ્તમ્ભનકતીર્થ અને કન્યાનય-મહાવીરતીર્થના બે બે કલ્પો છે.
ઢીંપુરીતીર્થકલ્પમાં વંકચૂલની કથા આવે છે. તેનો પહેલો અને છેલ્લો શ્લોક તથા અન્નની બેત્રણ પંક્તિઓ સિવાય સંપૂર્ણ કલ્પ ચતુર્વિંશતિપ્રબન્ધના સોળમા વંકચૂલપ્રબન્ધના નામથી પણ પ્રસિદ્ધ છે.
આ ગ્રન્થમાં ઉલ્લિખિત તીર્થ ગુજરાત, સૌરાષ્ટ્ર, ઉત્તરપ્રદેશ, રાજસ્થાન, માળવા, પંજાબ, અવધ, બિહાર, મહારાષ્ટ્ર, વિદર્ભ, કર્ણાટક અને તેલંગણમાં છે. એમનાં નામ અકારાદિક્રમે નીચે મુજબ છે :
૧. અણહિલપુરસ્થિત
અરિષ્ટનેમિ (પ્રા.) ૨૬ ૨. અપાપાપુરી (પ્રા.) ૨૧ ૩. અપાપાપુરી (સં.) ૧૪
૪. અંબિકાદેવી (પ્રા.) ૬૧ ૫. અયોધ્યાનગરી (પ્રા.) ૧૩ ૬. અર્બુદાદ્રિ (સં.) ૮
૭. અવન્તીદેશસ્થ અભિનંદન (સં.) ૩૨
૧. આમાં અનુશ્રુતિને પણ સ્થાન આપવામાં આવ્યું છે. ૨. આને ‘દીપોત્સવીકલ્પ’ પણ કહે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org