________________
૩૨૦
કર્મસાહિત્ય અને આગમિક પ્રકરણ ગિરિનારકલ્પ ' ધર્મઘોષસૂરિએ ૩૨ પઘોમાં આ કૃતિની રચના કરી છે. તેના પહેલા પદ્યમાં તેમણે પોતાનું દીક્ષાસમયનું નામ, પોતાના ગુરુભાઈનું અને ગુરુનું નામ શ્લેષ દ્વારા સૂચવ્યું છે. આ કલ્પ દ્વારા તેમણે “ગિરિનાર' ગિરિના મહિમાનું વર્ણન કર્યું છે. તેમ કરતી વખતે તેમણે નેમિનાથના કલ્યાણકનો, કૃષ્ણ અને ઈન્દ્ર રચેલાં ચૈત્ય અને બિંબનો, અમ્બા અને શામ્બની મૂર્તિનો, યાકુડી અને સજ્જને કરેલા ઉદ્ધારનો, ગિરિનારની ગુફાઓ અને કુંડનો, તથા જયચન્દ્ર અને વસ્તુપાલનો ઉલ્લેખ કર્યો છે. અંતે પાદલિપ્તસૂરિકૃત ઉપર્યુક્ત કલ્પના આધારે આ કલ્પની રચના કરવામાં આવી છે, એમ કહ્યું છે. પવન્જાવિહાણ (પ્રવજ્યાવિધાન)
આને પ્રવ્રજ્યાકુલકર પણ કહે છે. જૈન મહારાષ્ટ્રીમાં રચાયેલા આ કુલકની પદ્યસંખ્યા ભિન્ન ભિન્ન દેખાય છે. આ સંખ્યા ઓછામાં ઓછા ૨૫ની અને વધુમાં વધુ ૩૪ની છે. આની રચના પરમાનન્દસૂરિએ કરી છે. તે ભદ્રેશ્વરસૂરિના શિષ્ય અભયદેવસૂરિના શિષ્ય હતા.'
ટીકાઓ – પદ્યુમ્નસૂરિએ વિ.સં.૧૩૨૮માં આના ઉપર એક ૪૫૦૦ શ્લોકપ્રમાણની વૃત્તિ લખી છે. તે દેવાનન્દના શિષ્ય કનકપ્રભના શિષ્ય હતા. તેમણે “સમરાદિત્યસંક્ષેપ'ની પણ રચના કરી છે. આ વૃત્તિ નીચે જણાવેલાં દસ દ્વારોમાં વિભક્ત છે :
૧. નૃત્વદુર્લભતા, ૨. બોધિરત્નદુર્લભતા, ૩. વતદુર્લભતા, ૪. પ્રવ્રયાસ્વરૂપ, ૫. પ્રવ્રજ્યાવિષય, ૬. ધર્મફલદર્શન, ૭. વ્રતનિર્વાહણ, ૮. નિર્વાહકર્તકશ્લાઘા, ૯. મોહક્ષિતિરુહોચ્છેદ અને ૧૦. ધર્મસર્વસ્વદેશના.
આમ તેમાં મનુષ્યત્વ, બોધિ અને વ્રતની દુર્લભતા, પ્રવ્રજયાનું સ્વરૂપ અને તેનો વિષય, ધર્મનું ફળ, વ્રતનો નિર્વાહ અને તેમ કરનારની પ્રશંસા, મોહરૂપ
૧. આ કલ્પ ગુજરાતી અનુવાદ સાથે “ભક્તામર સ્તોત્રની પાદપૂર્તિરૂપ કાવ્યસંગ્રહ” (ભાગ ૧)ના
બીજા પરિશિષ્ટ રૂપે સન્ ૧૯૨૬માં પ્રકાશિત થયો છે. ૨. આ પ્રદ્યુમ્નસૂરિની વૃત્તિ સાથે ઋષભદેવજી કેશરીમલ શ્વેતાંબર સંસ્થા તરફથી સન્ ૧૯૩૮માં
પ્રકાશિત કરાયું છે. ૩. જુઓ જિનરત્નકોશ, વિ.૧, પૃ. ૨૭૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org