________________
વિધિ-વિધાન, કલા, મંત્ર, તંત્ર, પર્વ અને તીર્થ
૩૧૯ સંપ્રતિએ સુહસ્તસૂરિને પૂછ્યું કે દીપાવલીમાં લોકો પરસ્પર “જોત્કાર' શા માટે કરે છે ? તેના ઉત્તરમાં સૂરિજીએ વિષ્ણુકુમારના ચરિત્રનું વર્ણન કરીને, નમુચિનો ઉપદ્રવ વિષ્ણુકુમાર દ્વારા શાન્ત કરવામાં આવતાં તેના ઉપલક્ષ્યમાં લોકો ભોજન, વસ્ત્ર, આભૂષણ વગેરેથી આ પર્વ ઉજવે છે – એમ આ કૃતિમાં કહ્યું છે. ૨. દીપાલિકાકલ્પ - સોમસુન્દરના શિષ્ય જિનસુન્દરે આની રચના વિ.સં.૧૪૮૩માં કરી છે. આ પદ્યાત્મક કૃતિમાં ૪૪૭ પદ્ય છે. ૪૪૨મા પદ્યમાં કહ્યું છે કે અન્યકર્તક દીપાલિકાકલ્પ જોઈને આની રચના કરવામાં આવી છે. તેનો વિષય વિનયચન્દ્રસૂરિકૃત દીપાલિકાકલ્પને મળતો છે, કારણ કે આ કૃતિમાં પણ સંપ્રતિએ પૂછતાં સુહસ્તિસૂરિ ઉત્તરરૂપે મહાવીર સ્વામી તથા વિષ્ણુકુમારનું વૃત્તાન્ત કહે છે. આ કૃતિની વિશેષતા એ છે કે તેમાં અજૈન માન્યતા અનુસાર કલિયુગ'નું વર્ણન આવે છે તથા કલ્કીની કુંડળી રચી શકાય, એવી વાતો આપવામાં આવી છે.
ટીકાઓ – આના ઉપર તેજપાલે વિ.સં.૧૫૭૧માં એક અવચૂરિ લખી છે તથા દીપસાગરના શિષ્ય સુખસાગરે વિ.સં.૧૭૬૩માં એક સ્તબક લખ્યો
સેdજકપ્પ (શત્રુંજયકલ્પ)
જૈન મહારાષ્ટ્રના ૪૦ પઘોમાં રચાયેલી આ કૃતિના કર્તા ધર્મઘોષસૂરિ કહેવાય છે.
ટીકા – મુનિસુંદરના શિષ્ય શુભાશીલ વિ.સં. ૧૫૧૮માં આના ઉપર ૧૨,૫૦૦ શ્લોકપ્રમાણ એક વૃત્તિ લખી છે, જેને શત્રુંજયકલ્પકથા, શત્રુંજયકલ્પકોશ તથા શત્રુંજયબૃહત્કલ્પ પણ કહે છે. ઉજ્જયન્તકલ્પ
આ પાદલિપ્તસૂરિ દ્વારા વિજ્જાપાહુડમાંથી ઉદ્ધત કરાયેલી કૃતિ છે. તેમાં ઉજ્જયન્ત અર્થાતુ ગિરિનાર ગિરિના વિશે કેટલીક માહિતી આપવામાં આવી હશે એવું લાગે છે.
૧. આને હીરાલાલ હંસરાજે સન્ ૧૯૧૦માં પ્રકાશિત કરેલ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org