________________
૨૮૬
પંચલિંગી
જૈન મહારાષ્ટ્રીમાં જિનેશ્વરસૂરિરચિત આ કૃતિમાં ૧૦૧ પદ્ય છે. તેમાં સમ્યક્ત્વનાં શમ, સંવેગ, નિર્વેદ, અનુકમ્પા અને આસ્તિક્ય એ પાંચ લિંગોનું નિરૂપણ છે.
કર્મસાહિત્ય અને આગમિક પ્રકરણ
ટીકાઓ તેના ઉપર જિનચન્દ્રસૂરિના શિષ્ય જિનપતિસૂરિએ ૬૬૦૦ શ્લોકપ્રમાણ એક વિવરણ લખ્યું છે. આ વિવરણ ઉપર જિનપતિસૂરિના શિષ્ય જિનપાલે ટિપ્પણ લખ્યું છે. આ ઉપરાંત સર્વરાજે ૧૩૪૮ શ્લોકપ્રમાણ એક લઘુવૃત્તિ લખી છે.
દંસણસુદ્ધિ (દર્શનશુદ્ધિ)
આને સમ્યક્ત્વપ્રકરણ કહે છે. તેની રચના જયસિંહના શિષ્ય ચન્દ્રપ્રભે જૈન મહારાષ્ટ્રીનાં ૨૨૬ પઘોમાં કરી છે. તેમાં સમ્યક્ત્વનો અધિકાર છે. ટીકાઓ ~ તેના ઉપર વિમલગણીએ વિ.સં.૧૧૮૪માં ૧૨,૧૦૦ શ્લોકપ્રમાણ એક ટીકા લખી છે. તે મૂલ ગ્રન્થના કર્તાના શિષ્ય ધર્મઘોષસૂરિના શિષ્ય હતા.
-
દેવભદ્રે પણ તેના ઉપર ચન્દ્રપ્રભના શિષ્ય શાન્તિભદ્રસૂરિની સહાયથી એક ટીકા લખી છે. આ ટીકા ૩૦૦૮ શ્લોકપ્રમાણ છે. આ દેવભદ્ર વિમલગણીના શિષ્ય હતા. સમ્યક્ત્વાલંકાર
-
આ વિવેકસમુદ્રગણીની રચના છે. આનો ઉલ્લેખ જેસલમેરના સૂચીપત્રમાં કરવામાં આવ્યો છે.
યતિદિનકૃત્ય
આ રચના હરિભદ્રસૂરિની મનાય છે. તેમાં શ્રમણોની દૈનંદિન પ્રવૃત્તિઓના વિશે નિરૂપણ છે.
૧.
આ કૃતિ જિનપતિના વિવરણ સાથે ‘જિનદત્તસૂરિ પ્રાચીન પુસ્તકોદ્ધાર ફંડ’ સૂરતથી સન્ ૧૯૧૯માં પ્રકાશિત થઈ છે.
૨. દેવભદ્રની ટીકા સાથે આ ગ્રન્થ હીરાલાલ હંસરાજે સન્ ૧૯૧૩માં છપાવ્યો છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org