________________
અનગાર અને સાગારનો આચાર
૨૮૫ ટીકા – તેના ઉપર માથુર સંઘના ક્ષેમકીર્તિના શિષ્ય રત્નકીર્તિએ ૨૨૦) શ્લોકપ્રમાણની એક ટીકા લખી છે. તેમાં શુભચન્દ્રાચાર્યકૃત જ્ઞાનાર્ણવ, પરમાત્મપ્રકાશ અને સમયસારમાંથી ઉદ્ધરણો આપવામાં આવ્યા છે. માઈલ્સ ધવલે જે આરાધનાસાર ઉપર ટીકા લખી છે તે પ્રસ્તુત કૃતિ છે કે અન્ય એ જ્ઞાત નથી. આરાધના
આ કૃતિ માધવસેનના શિષ્ય અમિતગતિની રચના છે. આ કૃતિ શિવાર્યકૃત આરાણા'નો સંસ્કૃત પદ્યાત્મક અનુવાદ છે. સામાયિકા કિંવા ભાવનાદ્વાત્રિશિંકા
આ અજ્ઞાતકર્તક રચના છે. તેમાં ૩૩ શ્લોક છે. આરાણાપડાયા (આરાધનાપતાકા)
આની રચના વીરભદ્ર વિ.સં.૧૦૭૮માં જૈન મહારાષ્ટ્રીમાં ૯૯૦ પદ્યોમાં કરી છે. તેમાં ભત્તપરિષ્ણા, પિંડનિજુત્તિ વગેરેની ગાથાઓ દૃષ્ટિગોચર થાય
આરાહણાકુલય (આરાધનાકુલક)
આ નવાંગીવૃત્તિકાર અભયદેવસૂરિએ જૈન મહારાષ્ટ્રીમાં ૮૫ પદ્યોમાં રચ્યો
સંવેગરંગશાલા
આના કર્તા સુમતિવાચક અને પ્રસન્નચન્દ્રસૂરિના શિષ્ય દેવભદ્રસૂરિ છે. આનો ઉલ્લેખ કર્તાએ પાર્શ્વનાથચરિત્રમાં તથા વિ.સં.૧૧૫૮માં રચાયેલ કથારત્નકોશમાં કર્યો છે. તેને આરાધનારત્ન પણ કહે છે. તેની એક પણ હસ્તલિખિત પ્રતિ આજ સુધી મળી નથી. આરાહણાસસ્થ (આરાધનાશાસ્ત્ર)
સંભવતઃ આ દેવભદ્રની કૃતિ છે.
૧. માણિકચંદ્ર દિગંબર જૈન ગ્રંથમાલામાં પ્રકાશિત થઈ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org