________________
અનગાર અને સાગારનો આચાર
૨૮૭ જીઇજીયકપ્પ (યતિજતકલ્પ)
આની રચના જૈન મહારાષ્ટ્રીમાં ધર્મઘોષસૂરિના શિષ્ય અને ૨૮ યમકસ્તુતિના પ્રણેતા સોમપ્રભસૂરિએ કરી છે. તેમાં ૩૦૬ ગાથાઓ છે. તેની પ્રારંભની ૨૪ ગાથાઓ જિનભદ્રગણીકૃત જીતકલ્પમાંથી લેવામાં આવી છે. તેમાં શ્રમણોના આચારનું નિરૂપણ છે.
ટીકાઓ – સોમતિલકસૂરિએ તેના ઉપર એક વૃત્તિ લખી હતી પરંતુ તે અપ્રાપ્ય છે. બીજી વૃત્તિ દેવસુંદરસૂરિના શિષ્ય સાધુરત્ન વિ.સં.૧૩૫૬માં લખી છે. તે પ૭૦૦ શ્લોકપ્રમાણ છે. તેમાં તેમણે ઉપર્યુક્ત સોમતિલકસૂરિની વૃત્તિનો ઉલ્લેખ કર્યો છે. જઇ સામાયારી (યતિસામાચારી)
કાલકસૂરિના સત્તાનીય અને વિ.સં.૧૪૧૨માં પાર્શ્વનાથચરિત રચનાર શ્રી ભાવદેવસૂરિએ યતિસામાચારી સંકલિત કરી છે. તેમાં ૧૫૪ ગાથાઓ છે. આ સંક્ષિપ્ત રચના છે એમ પહેલી ગાથામાં કહ્યું છે અને તે સાચું પણ છે, કારણ કે દેવસૂરિએ આ નામની જે કૃતિ રચી છે તે વિસ્તૃત છે. આ જ ભાવદેવસૂરિએ અલંકારસાર પણ લખ્યો છે.
ઉત્તરાધ્યયન અને ઓઘનિર્યુક્તિમાં સામાચારી આપવામાં આવી છે પણ તેમાં વિહાર વગેરેની પણ વાતો આવે છે, જ્યારે પ્રસ્તુત કૃતિ જૈન સાધુઓની દિનચર્યા પર - પ્રાભાતિક જાગરણથી સંસ્તારક સુધીની વિધિ પર્યંતની તેમની પ્રવૃત્તિઓ પર પ્રકાશ પાડે છે.
ટીકા – તેના ઉપર અતિસાગરસૂરિએ સંસ્કૃતમાં સંક્ષિપ્ત વ્યાખ્યા – અવચૂરિ લખી છે. તે ૩૫૦૦ શ્લોકપ્રમાણ છે. તેના પ્રારંભમાં ચાર શ્લોક છે, બાકીની આખી ટીકા ગદ્યમાં છે. આ કૃતિમાં કેટલાંક અવતરણો પણ આવે છે.
૧. આ નામ પહેલી ગાથામાં આપ્યું છે, જયારે છેલ્લી ગાથામાં “ઈદિણચરિયા' એવું નામ આવે છે.
પચાસગના બારમા પંચાસગનું નામ પણ જઈસામાયારી છે. આને “યતિદિનચર્યા' નામથી મહિસાગરકૃત વ્યાખ્યા સાથે ઋષભદેવજી કેશરીમલજી શ્વેતાંબર સંસ્થાએ સન્ ૧૯૩૬માં પ્રકાશિત
કરી છે. ૨. આનો ગ્રન્થાઝ ૧૯૨ શ્લોકપ્રમાણ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org