________________
કર્મસાહિત્ય અને આગમિક પ્રકરણ
પુણ્યભૂતિનાં દૃષ્ટાન્તોનો ઉલ્લેખ; ભવનયોગ અને કરણયોગનું સ્પષ્ટીકરણ, ૯૬ (૧૨૪૮)કરણ, છદ્મસ્થના ધ્યાનના ૪,૪૨,૩૬૮ પ્રકાર અને યોગના ૨૯૦ આલંબનોના વિશે આ કૃતિમાં નિર્દેશ છે.
૨૫૪
મરુદેવાની જેમ જે યોગ સહજ ભાવે થાય છે, તે ભવનયોગ અને તે જ યોગ ઉપયોગપૂર્વક જ્યારે કરાય છે ત્યારે કરણયોગ કહેવાય છે.
જિનરત્નકોશમાં (વિ.૧, પૃ.૧૯૯) એક અજ્ઞાતકર્તૃક ધ્યાનવિચારનો ઉલ્લેખ છે. તે આ જ કૃતિ છે કે બીજી એ તો તેની હસ્તપ્રતિ જોયા પછી જ કહી
શકાય.
ધ્યાનદંડકસ્તુતિ
વજ્રસેનસૂરિના શિષ્ય રત્નશેખરસૂરિએ જિનરત્નકોશના ઉલ્લેખ (વિ.૧, પૃ.૧૦૬) અનુસા૨ વિ.સં.૧૪૪૭માં ‘ગુણસ્થાનક્રમારોહ'ની રચના કરી છે. તેના શ્લોક પરની સ્વોપજ્ઞ વૃત્તિ (પત્ર ૩૭)માં ધ્યાનનું સ્વરૂપ જણાવતી વખતે અને શ્લોક ૫૪ની વૃત્તિ (પત્ર ૩૮)માં પ્રાણાયામનું સ્પષ્ટીકરણ કરતી વખતે ધ્યાનદંડકસ્તુતિનો ઉલ્લેખ કરી તેમાંથી નીચે જણાવેલ એક એક શ્લોક ઉદ્ધૃત કર્યો છે.
नासावंशाग्रभागास्थितनयनयुगो मुक्तताराप्रचारः
शेषाक्षक्षीणवृत्तिस्त्रिभुवनविवरोद्भ्रान्तयोगैकचक्षुः ॥ पर्यङ्कातङ्कशून्यः परिकलितघनोच्छ्वासनिः श्वासवातः
स ध्यानारूढमूर्तिश्चिरमवतु जिनो जन्मसम्भूतिभीतेः ॥ संकोच्यापानरन्ध्रं हुतवहसदृशं तन्तुवत् सूक्ष्मरूपं
धृत्वा हृत्पद्मकोशे तदनु च गलके तालुनि प्राणशक्तिम् । नीत्वा शून्यातिशून्यां पुनरपि खगतिं दीप्यमानां समन्तात्
लोकालोकावलोकां कलयति स कलां यस्य तुष्टो जिनेशः ॥ આ બંને ઉદ્ધરણો ઉપર વિચાર કરતાં નીચેની બાબતોનું જ્ઞાન થાય છે. પ્રસ્તુત કૃતિ સંસ્કૃતમાં છે. તે પદ્યાત્મક હશે. તે જિનેશ્વરની સ્તુતિરૂપ છે, તેથી જૈન રચના છે. તેનો વિષય ધ્યાન છે, તે તેનું નિરૂપણ કરે છે.
૧.
આ ગ્રંથ જુદી જુદી સંસ્થાઓ તરફથી પ્રકાશિત થયો છે. તેનો વિશેષ પરિચય આગળ આવશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org