________________
યોગ અને અધ્યાત્મ
૨૫૩
ઓછાવત્તા વિસ્તારથી આ કૃતિમાં નિરૂપાયો છે. તેનો અહીં ક્રમશઃ વિચાર કરવામાં આવે છે.
ધ્યાનમાર્ગના ચોવીસ પ્રકારોનાં નામ બે ભાગમાં જણાવ્યા મુજબ છે : ૧. ધ્યાન, ૨. શૂન્ય, ૩. કલા, ૪. જ્યોતિ, ૫. બિન્દુ, ૬. નાદ, ૭. તારા, ૮. લય, ૯. લવ, ૧૦. માત્રા, ૧૧. પદ, અને ૧૨. સિદ્ધિ.
આ બારે સાથે પ્રારંભમાં ‘પરમ' શબ્દ લગાવતાં બીજા બાર પ્રકાર થાય છે, જેમ કે પરમ ધ્યાન, ૫૨મ શૂન્ય વગેરે. બંને ભાગોનાં નામોનો સરવાળો કરતાં કુલ ૨૪ થાય છે. આ ૨૪ પ્રકારોનું સ્વરૂપ સમજાવતી વખતે શૂન્યના દ્રવ્યશૂન્ય અને ભાવશૂન્ય એવા બે ભેદ કરીને દ્રવ્યશૂન્યના બાર પ્રભેદ અવતરણ દ્વારા ગણાવ્યા છે, જેમ કે ક્ષિપ્ત ચિત્ત, દીન્ન ચિત્ત, વગેરે. કલાથી પદ સુધીના નવેના પણ દ્રવ્ય અને ભાવથી બે બે પ્રકારો કર્યા છે. ભાવકલાની બાબતમાં
પુણ્ય(ષ્ય)મિત્રનું દૃષ્ટાન્ત આપ્યું છે. ૫૨મ બિન્દુના સ્પષ્ટીકરણમાં ૧૧ ગુણશ્રેણી ગણાવી છે. દ્રવ્યલય અર્થાત્ વજ્રલેપ વગેરે દ્રવ્ય દ્વારા વસ્તુઓનો સંશ્લેષ થાય છે એમ કહ્યું છે.
ધ્યાનના ૨૪ પ્રકારોને કરણના ૯૬ પ્રકારો વડે ગુણવાથી ૨૩૦૪ થાય છે. તેને ૯૬ કરણયોગોથી ગુણવાથી ૨,૨૧,૧૮૪ ભેદ થાય છે. તેવી જ રીતે ઉપર્યુક્ત ૨૩૦૪ને ૯૬ ભવનયોગોથી ગુણવાથી ૨,૨૧,૧૮૪ ભેદ થાય છે. તે બંનેનો સરવાળો કરવાથી ૪,૪૨,૩૬૮ થાય છે.
પરમ લવ એટલે કે ઉપશમશ્રેણી અને ક્ષપકશ્રેણી. પરમ માત્રા એટલે ચોવીસ વલયો દ્વારા વેષ્ટિત આત્માનું ધ્યાન. એમ કહીને પ્રથમ વલયના રૂપમાં શુભાક્ષર વલયથી શરૂ કરી અંતિમ ૯૬ કરણવિષયક વલયોનો ઉલ્લેખ અમુક સ્પષ્ટીકરણ સાથે કરવામાં આવ્યો છે.
ચિન્તાના બે પ્રકાર અને પ્રથમ પ્રકારના બે ઉપપ્રકાર જણાવ્યા છે. યોગારૂઢ થનારના અભ્યાસના જ્ઞાનભાવના આદિ ચાર પ્રકાર અને તેમના ઉપપ્રકાર, ભવનયોગાદિના યોગ, વીર્ય આદિ આઠ પ્રકાર, તેમના ત્રણ ત્રણ ઉપપ્રકાર અને તેમના પ્રણિધાન આદિ ચાર ચાર ભેદ આમ કુલ મળીને ૯૬ ભેદ; પ્રણિધાન વગેરેને સમજાવવા માટે અનુક્રમે પ્રસન્નચન્દ્ર, ભરતેશ્વર, દમદત્ત અને
A
૧. બૃહત્સંહિતામાં આનું વર્ણન છે. વિશેષ માટે જુઓ સાનુવાદ વસ્તુસારપ્રકરણ (વત્થસા૨૫યરણ), પૃ. ૧૪૭-૧૪૮
૨. આના માટે જુઓ લેખકનું લખાણ ‘કર્મસિદ્ધાન્તસંબંધી સાહિત્ય', પૃ. ૯૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org