________________
યોગ અને અધ્યાત્મ
૨૫૧ 'ध्यानशतकस्य च महार्थत्वाद् वस्तुतः शास्त्रान्तरत्वात् प्रारम्भ एव विघ्नविनायकोपशान्तये मङ्गलार्थमिष्टदेवतानमस्कारमाह ।'
હરિભદ્રસૂરિએ અથવા તેમની શિષ્યહિતાના ટિપ્પનકારે આ કૃતિના કર્તા કોણ છે એ લખ્યું નથી. આ કૃતિ આવશ્યકનિર્યુક્તિના એક ભાગરૂપ (પ્રતિક્રમણનિર્યુક્તિ પછી) છે, તેથી તેના કર્તા નિર્યુક્તિકાર ભદ્રબાહુ છે એવી કલ્પના થઈ શકે અને એ. દલસુખભાઈ માલવણિયા તો એવું માનવા પ્રેરાયા પણ છે. આમ પ્રસ્તુત કૃતિના કર્તા તરીકે કોઈ જિનભદ્ર ક્ષમાશ્રમણનો, તો કોઈ ભદ્રબાહુસ્વામીનો નિર્દેશ કરે છે. પ્રથમ પક્ષ માન્ય રાખતાં ક્ષમાશ્રમણના સત્તા સમયનો વિચાર કરવો જોઈએ. વિચારશ્રેણી અનુસાર જિનભદ્રનો સ્વર્ગવાસ વિરસંવત ૧૧૨૦માં એટલે કે વિ.સં. ૬૫૦માં થયો હતો, પરંતુ ધર્મસાગરીય પટ્ટાવલી અનુસાર તે વિ.સં.૭૦૫થી ૭૧૦ વચ્ચે મનાય છે. વિશેષાવશ્યકની એક હસ્તપ્રતમાં શકસંવત ૧૩૧ અર્થાત વિ.સં.૬૬૬નો ઉલ્લેખ છે. આ પરિસ્થિતિમાં પ્રસ્તુત કૃતિની પૂર્વસીમા આવશ્યકનિર્યુક્તિની આસપાસનો સમય તથા ઉત્તરસીમા જિનભદ્રના વિ.સં.૬૫૦માં સ્વર્ગવાસનો સમય માની શકાય. અહીં આ કૃતિના કર્તા અને તેના સમય વિશે આથી વધુ કંઈ કહી શકાય તેમ નથી.
હા, તેમાં આવતા વિષય વિશે કંઈક કહેવું અવસર પ્રાપ્ત છે. તેની પહેલી ગાથામાં મહાવીરસ્વામીને પ્રણામ કરવામાં આવ્યા છે. તેમ કરતી વખતે તેમને જોગીસર (યોગીશ્વર) કહ્યા છે. આ પહેલાં કોઈ ગ્રન્થકારે શું આવું કહ્યું છે ?
પ્રસ્તુત કૃતિનો વિષય ધ્યાન છે. તે ધ્યાનનું નિરૂપણ કરે છે. બીજી ગાથામાં ધ્યાનનું લક્ષણ દર્શાવતાં કહ્યું છે કે સ્થિર અધ્યવસાય જ ધ્યાન છે, જે ચલ (અનવસ્થિત) છે તે ચિત્ત છે અને આ ચિત્તના ઓઘદૃષ્ટિએ ભાવના, અનુપ્રેક્ષા અને ચિન્તા એ ત્રણ પ્રકાર છે.
તે પછી નીચેની બાબતોનું નિરૂપણ છે : છબસ્થના ધ્યાનના સમયના રૂપમાં અન્તર્મુહૂર્તનો ઉલ્લેખ; યોગોનો અર્થાત કાયિક વગેરે પ્રવૃત્તિઓનો નિરોધ જ જિનોનો (કેવલજ્ઞાનીઓનો) ધ્યાનકાલ; ધ્યાનના આર્ત, રૌદ્ર, ધર્મ (ધર્મ) અને શુક્લ એ ચાર પ્રકાર તથા તેમનાં ફળ; આર્તધ્યાનના ભેદોનું સ્વરૂપ, આર્તધ્યાનનાં
૧. જુઓ ગણધરવાદની પ્રસ્તાવના. પૃ. ૪૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org