SearchBrowseAboutContactDonate
Page Preview
Page 286
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૦ કર્મસાહિત્ય અને આગમિક પ્રકરણ ઉપનિષદ્દનો ઉપયોગ કર્યો હશે. એક અજ્ઞાતકર્તક યોગસારની સાથે તેનું અમુક અંશે સામ્ય છે, એવું કહેવાય છે. નેમિદાસ રચિત “પંચપરમેષ્ઠીમંત્રરાજ ધ્યાનમાલા”માં યોગશાસ્ત્ર અને પતંજલિકૃત યોગસૂત્રની સાથે આનો ઉલ્લેખ આવવાથી તે જમાનામાં પ્રસ્તુત કૃતિ પ્રચલિત હશે એવું અનુમાન થાય છે. બાલાવબોધ – આ કૃતિ ઉપર કોઈએ જૂની ગુજરાતીમાં બાલાવબોધ લખ્યો છે. ભાષાના અભ્યાસીઓ માટે આ એક અવલોકનીય સાધન છે.' ઝાણઝયણ અથવા ઝાણસય - આનું સંસ્કૃત નામ ધ્યાનાધ્યયન અને ધ્યાનશત છે. હરિભદ્રસૂરિએ તેનો ધ્યાનશતક નામથી નિર્દેશ કર્યો છે. મેં જે હસ્તપ્રતો જોઈ છે તેમનામાં ૧૦૬ ગાથાઓ છે, જયારે તેની મુદ્રિત આવૃત્તિઓમાં ૧૦૫ ગાથાઓ છે. તેથી સૌપ્રથમ ૧૦૬ઠ્ઠી ગાથા DCGCM (Vol. XVII, pt, 3, p. 416) અનુસાર અહીં ઉદ્ધત કરવામાં આવે છે : पंचुत्तरेण गाहासएण झाणस्स यं(ज) समक्खायं । जिणभद्दखमासमणेहिं कम्मविसोहीकरणं जइणो ॥ ०१६ ॥ આમ અહીં પ્રસ્તુત કૃતિની ૧૦૬ ગાથાઓ હોવાનું સૂચન છે. સાથે સાથે સ્પષ્ટ સૂચન છે કે તેના કર્તા જિનભદ્ર ક્ષમાશ્રમણ છે. આ જિનભદ્ર વિશેષાવશ્યકભાષ્યના કર્તા હોવાનું જણાય છે, કારણ કે પ્રસ્તુત કૃતિ ઉપર હરિભદ્રસૂરિએ જે ટીકા લખી છે તેમાં તેમણે આ કૃતિને શાસ્ત્રાન્તર અને મહાન અર્થવાળી કહી છે. આ ઉલ્લેખ આ પ્રમાણે છે : ૧. પ્રસ્તુત કૃતિનો ગુજરાતીમાં અનુવાદ પણ થયો છે. આ કૃતિ આવસ્મયનિજુત્તિ અને હારિભદ્રીય શિષ્યહિતા નામની ટીકા સાથે આગમોદય સમિતિએ ચાર ભાગોમાં પ્રકાશિત કરી છે. તેના પૂર્વભાગમાં (પત્ર પ૮૨ અ-૬૧૧ અ) આવસ્મયની આ નિર્યુક્તિની ગાથા ૧૨૭૧ની પછી આ ૧૦૫ ગાથાઓ આવે છે. આ ઝણઝણ હારિભદ્રીય ટીકા તથા માલધારી હેમચંદ્રસૂરિકૃત ટિપ્પનક સાથે વિનય-ભક્તિ-સુંદર-ચરણ ગ્રન્થમાલા'ના ત્રીજા પુષ્પરૂપે વિ.સં.૧૯૯૭માં પ્રકાશિત થયું છે અને તેમાં તેના કર્તા જિનભદ્ર છે એમ કહ્યું છે. આ કૃતિની સ્વતંત્ર હસ્તપ્રત મળે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001314
Book TitleKarma Sahitya ane Agamik Prakarano Jain History Series 4
Original Sutra AuthorN/A
AuthorMohanlal Mehta, Hiralal R Kapadia
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2004
Total Pages436
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Karma
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy