________________
યોગ અને અધ્યાત્મ
૨૪૯ ન લઈ શકતા હોય તેમના માટે તેના સારરૂપ આ કૃતિ રચવામાં આવી છે. તે છ ખંડોમાં વિભક્ત છે. પ્રથમ ખંડમાં અનિત્યત્વ વગેરે બાર ભાવનાઓનું, બીજા ખંડમાં સમ્યગ્દર્શન આદિ રત્નત્રય અને પાંચ મહાવ્રતોનું, ત્રીજા ખંડમાં પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિ અને મોહવિજયનું, ચોથા ખંડમાં ધ્યાન અને ધ્યેયનું, પાંચમા ખંડમાં ધર્મધ્યાન, શુક્લધ્યાન, પિંડસ્થ વગેરે ધ્યાનના ચાર પ્રકાર તથા યંત્રોનું, અને છઠ્ઠા ખંડમાં સ્યાદ્વાદનું નિરૂપણ છે.
પ્રસ્તુત કૃતિનો આરંભ દોહાથી કરવામાં આવ્યો છે. તે પછી ઢાળ અને દોહા આ ક્રમે બાકીનો ભાગ રચાયો છે. ભિન્ન ભિન્ન દેશીઓમાં કુલ ૫૮ ઢાળ
અંતે હાજહંસના પ્રસાદથી આની રચના કરાઈ હોવાનો તથા કુંભકરણ નામના મિત્રના સંગનો ઉલ્લેખ આવે છે. કર્તાએ છેલ્લી ઢાળમાં રચનાવર્ષ, ઢાળોની સંખ્યા અને ખંડ નહિ પણ અધિકારના રૂપમાં છ અધિકારોનો નિર્દેશ કર્યો છે. ખંડ' શબ્દ પુષ્પિકાઓમાં વપરાયો છે. યોગપ્રદીપ
આ કૃતિ ૧૪૩ પઘોમાં રચાઈ છે. તેમાં સરળ સંસ્કૃત ભાષામાં યોગનું નિરૂપણ છે. તેનો મુખ્ય વિષય આત્મા છે. તેના યથાર્થ સ્વરૂપનું તેમાં નિરૂપણ કરવામાં આવ્યું છે. ઉપરાંત તેમાં પરમાત્મા સાથે શુદ્ધ અને શાશ્વત મિલનનો માર્ગ – પરમ પદની પ્રાપ્તિનો ઉપાય દર્શાવ્યો છે. આ કૃતિમાં પ્રસંગોપાત્ત ઉન્મનીભાવ, સમરસતા, રૂપાતીત ધ્યાન, સામાયિક, શુક્લ ધ્યાન, અનાહત નાદ, નિરાકાર ધ્યાન વગેરે બાબતો આવે છે. ચિત્તનના અભાવને કારણે મન જાણે નાશ પામ્યું હોય એવી એની અવસ્થાને ઉન્મની કહે છે.
આ ગ્રન્થના પ્રણેતાનું નામ જ્ઞાત નથી. એવું લાગે છે કે ગ્રન્થકારે તેની રચનામાં હેમચન્દ્રસૂરિકૃત યોગશાસ્ત્ર, શુભચન્દ્રકૃત જ્ઞાનાર્ણવ તથા કોઈ કોઈ
૧. આ કૃતિ શ્રી જીતમુનિએ સંપાદિત કરી હતી અને જોધપુરથી વીર સંવત્ ૨૪૪૮માં પ્રકાશિત થઈ
છે. તેવી જ રીતે પં. હીરાલાલ હંસરાજ સંપાદિત આ કૃતિ સન્ ૧૯૧૧માં પ્રકાશિત થઈ છે. “જૈન સાહિત્ય વિકાસ મંડલ'એ આ ગ્રન્થ અજ્ઞાતકર્તૃક બાલાવબોધ, ગુજરાતી અનુવાદ અને વિશિષ્ટ શબ્દોની સૂચી સાથે સન્ ૧૯૬૦માં પ્રકાશિત કર્યો છે. તેમાં કોઈ કોઈ પદ્ય અશુદ્ધ જણાય છે, અન્યથા મુદ્રણ વગેરે પ્રશંસનીય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org