________________
૨૩૮
જોગવિહાણવીસિયા (યોગવિધાનવિંશિકા)
શ્રી હરિભદ્રસૂરિએ જે ‘વીસવીસિયા’ લખી છે તે વીસ વિભાગોમાં વિભક્ત છે. તેમાં સત્તરમા વિભાગનું નામ ‘જોગવિહાણવીસિયા'' છે. તેમાં વીસ ગાથા છે. તેનો વિષય ‘યોગ' છે. ગાથા ૧માં કહ્યું છે કે જે પ્રવૃત્તિ મુક્તિ ભણી લઈ જાય તે ‘યોગ' છે. આ પ્રમાણે અહીં યોગનું લક્ષણ આપ્યું છે. ગાથા ૨માં યોગના પાંચ પ્રકાર ગણાવ્યા છેઃ ૧. સ્થાન, ૨. ઊર્ણ, ૩. અર્થ, ૪. આલંબન અને ૫. અનાલંબન. તેમાંથી પ્રથમ બે ‘કર્મયોગ’ છે અને બાકીના ત્રણ ‘જ્ઞાનયોગ’ છે. આ પાંચ પ્રકારોમાંથી પ્રત્યેકના ઈચ્છા, પ્રવૃત્તિ, સ્વૈર્ય અને સિદ્ધિ એવા ચાર ચાર ભેદ છે. આમ અહીં યોગના ૮૦ ભેદોનું નિરૂપણ છે. ગાથા ૮માં અનુકમ્પા, નિર્વેદ, સંવેગ અને પ્રશમનો નિર્દેશ છે. આમ અહીં તત્ત્વાર્થસૂત્ર (અ.૧, સૂત્ર ૨)ની હારિભદ્રીય ટીકાની જેમ સમ્યક્ત્વનાં આસ્તિક્ય વગેરે પાંચ લક્ષણો પશ્ચાદાનુપૂર્વીથી આપવામાં આવ્યાં છે. ગાથા ૧૪માં કહ્યું છે કે તીર્થના રક્ષણના બહાને અશુદ્ધ પ્રથા ચાલુ રાખવાથી તીર્થનો ઉચ્છેદ થાય છે. ગાથા ૧૭-૨૦માં શુદ્ધ આચરણના ચાર પ્રકારોનો ઉલ્લેખ છે. આ કૃતિમાં
કર્મસાહિત્ય અને આગમિક પ્રકરણ
૧.
આ કૃતિ વીસવિસિયાનો એક અંશ હોવાથી તેના નીચે જણાવેલાં બે પ્રકાશનોમાં તેને સ્થાન મળ્યું
છે :
(અ) ઋષભદેવજી કેશરીમલજી શ્વેતામ્બર સંસ્થા, રતલામનું વીસવીસિયા ઈત્યાદિ સાથે સન્ ૧૯૨૭નું પ્રકાશન
૨.
(આ) પ્રો. કે.વી.અત્યંકર દ્વારા સંપાદિત અને સન્ ૧૯૩૨માં પ્રકાશિત આવૃત્તિ. આ બીજા પ્રકાશનમાં વીસવીસિયાની સંસ્કૃત છાયા, પ્રસ્તાવના, અંગ્રેજી ટિપ્પણ અને સારાંશ વગેરે આપવામાં આવ્યાં છે.
(ઇ) ‘યોગદર્શન તથા યોગવિંશિકા' નામનું જે પુસ્તક આત્માનન્દ જૈન પુસ્તક પ્રચારક મંડલ, આગરાથી સન્ ૧૯૨૨માં પ્રકાશિત થયું છે તેમાં પ્રસ્તુત કૃતિ, તેનું ન્યાયાચાર્યકૃત વિવરણ, કૃતિનો હિંદી સાર આપ્યો છે.
(ઈ) ‘પાતંજલ યોગદર્શન’ ઉપર ‘યોગાનુભવસુખસાગર' તથા હરિભદ્રસૂરિરચિત ‘યોગવિંશિકા ગુર્જર ભાષાનુવાદ’ નામનો ગ્રંથ શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરિ જૈન જ્ઞાનમંદિર, વિજાપુર (ઉત્તર ગુજરાત) દ્વારા વિ.સં.૧૯૯૭માં પ્રકાશિત થયો છે. તેમાં ઋદ્ધિસાગરસૂરિકૃત જોગવિહાણવીસિયાનો અર્થ, ભાવાર્થ અને ટીકા આપવામાં આવી છે.
આ પાંચેનો ષોડશકમાં (ષો.૧૩, ૪) નિર્દેશ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org