________________
યોગ અને અધ્યાત્મ
૨૩૭ ભ્રાન્તિ, અન્યમુદ્, રોગ અને આસંગની સાથે તેમના અભાવોની સાથે) તથા આ જ શ્લોકની વૃત્તિમાં અદ્વેષ, જિજ્ઞાસા, શુશ્રુષા, શ્રવણ, બોધ, મીમાંસા, શુદ્ધ પ્રતિપત્તિ અને પ્રવૃત્તિ સાથે પણ કરવામાં આવી છે. આમ જે ત્રિવિધ તુલના કરવામાં આવી છે તે ક્રમશઃ પતંજલિ, ભાસ્કરબન્ધ અને દત્તના મન્તવ્યો સાથેની તુલના જણાય છે.
ટીકા – આ સોમસુંદરસૂરિના શિષ્ય સાધુરાજગણીની ૪૫૦ શ્લોકપ્રમાણ ધરાવતી રચના છે. તે આજ સુધી અપ્રકાશિત છે.* બ્રહ્મસિદ્ધિસમુચ્ચય
આના પ્રણેતા આચાર્ય હરિભદ્રસૂરિ છે એવો મુનિ શ્રી પુણ્યવિજયજીનો મત છે અને મને તે યથાર્થ જણાય છે. તેમના મતે તેની એક ખંડિત તાડપત્રીય પ્રતિ, જે તેમને મળી હતી તે, વિક્રમની બારમી શતાબ્દીમાં લખાઈ હતી.
આ સંસ્કૃત ગ્રન્થના ૪૨૩ પદ્ય જ મુશ્કેલીથી મળ્યાં છે અને તે પણ પૂર્ણ નથી. આદ્ય પદ્યમાં મહાવીરને નમસ્કાર કરીને બ્રહ્માદિની પ્રક્રિયા, તેમના સિદ્ધાન્ત અનુસાર, સમજાવવાની પ્રતિજ્ઞા કરી છે. આ ગ્રન્થનું મહત્ત્વ એક દષ્ટિએ એ છે કે તેમાં સર્વ દર્શનોનો સમન્વય સાધવામાં આવ્યો છે. શ્લોક ૩૯૨-૩૯૪માં મૃત્યુસૂચક ચિહ્નોનો ઉલ્લેખ છે. પ્રસ્તુત ગ્રન્થમાં હારિભદ્રીય કૃતિઓમાંથી જે કેટલાંક પદ્ય મળે છે તેમનો નિર્દેશ પણ શ્રી પુણ્યવિજયજીએ કર્યો છે, જેમકે શ્લોક ૬૨ લલિતવિસ્તરામાં આવે છે. પોડશક પ્રકરણમાં અદ્વેષ, જિજ્ઞાસા વગેરે આઠ અંગોનો જેવો ઉલ્લેખ છે તેવો જ ઉલ્લેખ શ્લોક ૩પમાં પણ છે. ઈચ્છાયોગ, શાસ્ત્રયોગ અને સામર્થ્યયોગનું જે નિરૂપણ શ્લોક ૧૮૮૧૯૧માં છે તે લલિતવિસ્તરા અને યોગદષ્ટિસમુચ્ચયની યાદ અપાવે છે. પ્રસ્તુત કૃતિના શ્લોક ૫૪માં અપુનર્બન્ધકનો ઉલ્લેખ છે. તે યોગદૃષ્ટિસમુચ્ચયમાં પણ
૧. આ ખેદ વગેરેના સ્પષ્ટીકરણ માટે જુઓ ષોડશક (ષો. ૧૪, શ્લોક ૨-૧૧) ૨. જુઓ ષોડશક (ધો. ૧૬, શ્લોક ૧૪). ૩. જુઓ સમદર્શી આચાર્ય હરિભદ્ર, પૃ. ૮૬ ૪. પં. ભાનુવિજયગણીએ યોગદષ્ટિસમુચ્ચયપીઠિકા નામની કૃતિ લખી છે, તે પ્રકાશિત છે. ૫. આ નામ મુનિ શ્રી પુણ્યવિજયજીએ આપ્યું છે. આ કૃતિ પ્રકાશિત છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org