________________
યોગ અને અધ્યાત્મ
૨૩૯ આધ્યાત્મિક વિકાસની પ્રાથમિક ભૂમિકાનો વિચાર કર્યા વિના આગળની ભૂમિકાઓનો નિર્દેશ કર્યો છે.
પ્રસ્તુત કૃતિની વિષય અને શૈલીની દષ્ટિએ ષોડશક સાથે તુલના કરી શકાય તેમ છે. - વિવરણ – જોગવિહાણવીસિયાના ઉપર ન્યાયાચાર્ય શ્રી યશોવિજયજીગણીએ સંસ્કૃતમાં વિવરણ લખ્યું છે. તેમાં તીર્થનો અર્થ સ્પષ્ટ કરતાં તેમણે કહ્યું છે કે જૈનોનો સમૂહ તીર્થ નથી. જો તે સમૂહ આજ્ઞારહિત હોય તો તેને “હાડકાંઓનો ઢગલો” સમજવો જોઈએ. સૂત્રોક્ત યથોચિત ક્રિયા કરનાર સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકાનો સમુદાય જ તીર્થ છે.
આ વિવરણમાં આવતી કેટલીક ચર્ચાઓમાં તર્કશૈલીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. યોગબિન્દુગત અધ્યાત્મ આદિ યોગનાં પાંચ ભેદોને ઉપાધ્યાયજીએ ક્રમશઃ સ્થાન વગેરેમાં ઘટાવ્યા છે. પરમપૂયાસ (પરમાત્મપ્રકાશ)
આ ૩૪૫ દોહાઓમાં અપભ્રંશમાં રચાયેલી જો ગસારના કર્તા જોઈન્દ(યોગીન્દુ)ની કૃતિ છે. તેમાં પરમાત્માના સ્વરૂપ ઉપર પ્રકાશ નાખ્યો છે. તે બે અધિકારોમાં વિભક્ત છે. તેનો આરંભ પરમાત્મા તથા પંચપરમેષ્ઠીને નમસ્કાર કરીને કર્યો છે. ભટ્ટ પ્રભાકરની વિનંતીથી યોગીન્દુ પરમાત્માનું સ્વરૂપ તેમને સમજાવે છે. એમ કરતી વખતે કુન્દકુન્દાચાર્ય અને પૂજ્યપાદની જેમ
૧. આના સ્પષ્ટીકરણ માટે જુઓ યોગશતકની ગુજરાતી પ્રસ્તાવના, ૫૭ (ટિપ્પણ)
૨. આ “રાયચન્દ્ર જૈન ગ્રંથમાળામાં બ્રહ્મદેવની ટીકા સાથે સન્ ૧૯૧૫માં પ્રકાશિત થઈ છે. તે જ
વર્ષેરિખવદાસ જૈનના અંગ્રેજી અનુવાદ સાથે પણ પ્રકાશિત થઈ છે. અંગ્રેજીમાં વિશિષ્ટ પ્રસ્તાવના તથા જોગસાર સાથે તેનું સંપાદન ડૉ. એ. એન. ઉપાધ્યેએ કર્યું જે “રાયચન્દ્ર જૈન ગ્રન્થમાલા'માં સન્ ૧૯૩૭માં છપાયું છે. તેની બીજી આવૃત્તિ સન્ ૧૯૬૦માં પ્રકાશિત થઈ છે અને તેમાં અંગ્રેજી પ્રસ્તાવનાનો હિંદીમાં સાર પણ આપ્યો છે. બીજા સંસ્કરણ અનુસાર તેમાં કુલ ૩૫૩ દોહા છે.
3. જુઓ મોક્ષપાહુડ, ગા. ૫-૮
૪. જુઓ સમાધિશતક, પૃ. ૨૮૧-૨૯૬ (સનાતન જૈન ગ્રન્થમાલાનું પ્રકાશનો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org