________________
૨૦૬
કર્મસાહિત્ય અને આગમિક પ્રકરણ ભાગમાં નવ અધ્યાય છે. તેમનામાં સાધુઓના આચારનું નિરૂપણ છે. બીજા ભાગમાં આઠ અધ્યાય છે અને તેમનામાં શ્રાવકોના આઠ મૂલગુણ તથા બાર વ્રતોને બાર ઉત્તરગુણ માની તેમનું સ્વરૂપ જણાવ્યું છે. આ સંબંધમાં વિશેષ જાણકારી મેં મારા “જૈન સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ ભાગ ૨માં રજૂ કરી છે.
આશાધર બધેરવાલ જાતિના રાજમાન્ય સલ્લક્ષણ અને તેમની પત્ની શ્રીરત્નીના પુત્ર હતા. તેમનો જન્મ માંડવગઢમાં થયો હતો. મહાવીર તેમના વિદ્યાગુરુ છે. તેમણે પોતાની પત્ની સરસ્વતીથી જન્મેલા પુત્ર છાહડની પ્રશંસા કરી છે. તેમણે નલકચ્છપુરના રાજા અર્જુનદેવના રાજયમાં પાંત્રીસ વર્ષ વીતાવ્યાં હતાં અને ઘણું સાહિત્ય રચ્યું હતું. ઉદયસેને “નયવિશ્વચક્ષુ” અને “કલિકાલિદાસ કહીને તથા મદનકીર્તિએ “પ્રજ્ઞાપુંજ' કહીને તેમની પ્રશંસા કરી છે. તેમના બીજા ગ્રંથો નીચે પ્રમાણે છે : અધ્યાત્મરહસ્ય, ક્રિયાકલાપ, જિનયજ્ઞકલ્પ અને તેની ટીકા, ત્રિષષ્ટિમૃતિશાસ્ત્ર, નિત્યમહોદ્યોત, પ્રમેયરત્નાકર, ભરતેશ્વરાભ્યદય, રત્નત્રયવિધાન, રાજીમતીવિપ્રલક્ષ્મ, સહસ્રનામસ્તવન અને તેની ટીકા. આ ઉપરાંત, તેમણે અમરકોશ, અષ્ટાંગહૃદય, આરાધનાસાર, ઈટોપદેશ, કાવ્યાલંકાર, ભૂપાલચતુર્વિશતિકા અને મૂલારાધના આ બધા અન્યકર્તક ગ્રન્થો ઉપર પણ ટીકાઓ લખી છે.
ટીકાઓ – તેના ઉપર આશાધરે પોતે “જ્ઞાનદીપિકા' નામની પંજિકા લખી છે. આ ઉપરાંત, તેમણે પોતે જ “ભવ્યકુમુદચંદ્રિકા' નામની બીજી ટીકા પણ લખી છે. આ ટીકા જ્ઞાનદીપિકાની અપેક્ષાએ મોટી છે. અનગારધર્મામૃતની આ સ્વપજ્ઞ ટીકા વિ.સં.૧૩00ની રચના છે, જ્યારે સાગારધર્મામૃતની સ્વોપજ્ઞ ટીકા વિ.સં. ૧૨૯૬માં લખાઈ છે.૨
૧. એ ત્રણ રીતે ગણવામાં આવે છે : ૧. મધ, માંસ અને મધુ આ ત્રણ પ્રકાર અને
પાંચ પ્રકારના ઉદુમ્બર ફળોનો ત્યાગ, ૨. ઉપર્યુક્ત ત્રણ પ્રકાર તથા સ્થૂલ હિંસા આદિ
પાંચ પાપોનો ત્યાગ અને ૩. મધ, માંસ અને ધૂત તથા ઉપર્યુક્ત પાંચ પાપોનો ત્યાગ. ૨. અનગારધર્મામૃત અને ભવ્યકુમુદચન્દ્રિકાનો હિન્દી અનુવાદ “હિન્દી ટીકા' નામથી પં.
ખૂબચન્ટે કર્યો છે. તે ખુશાલચન્દ પાનાચન્દ ગાંધીએ સોલાપુરથી સન્ ૧૯૨૭માં પ્રકાશિત કર્યો છે. સાગારધર્મામૃતનો હિંદી અનુવાદ લાલારામે કર્યો છે અને બે ભાગોમાં દિગંબર જૈન પુસ્તકાલય” સૂરતથી પ્રકાશિત થયો છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org