SearchBrowseAboutContactDonate
Page Preview
Page 241
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મોપદેશ ૨૦૫ આ દ્વારોના નિરૂપણમાં વિભિન્ન ઉદાહરણો આપવામાં આવ્યાં છે. કથાઓ નીચે મુજબ છે : ઈલાપુત્ર, ઉદયનરાજા, કામદેવ શ્રાવક, જમ્બુસ્વામી, નન્દમણિકાર, પ્રદેશ રાજા, મૂલદેવ, વંકચૂલ, વિષ્ણુકુમાર, સમ્મતિ રાજા, સુભદ્રા, સુરદત્ત શ્રેષ્ઠી અને ધૂલિભદ્ર. આ કથાઓની પદ્યસંખ્યા ૪૩૭પ છે. આમાંથી કેવળ જબૂસ્વામી કથાના પદ્ય ૧૪૫૦ છે. આમાં સમ્યક્તની પ્રાપ્તિથી દેશવિરતિની પ્રાપ્તિ સુધીનો ક્રમ દર્શાવ્યો છે. તેમાં દાનાદિ ચતુર્વિધ ધર્મ તથા ગૃહસ્થધર્મ અને સાધુધર્મ એમ દ્વિવિધ ધર્મના વિશે કથન છે. આ ધર્મોનું નિરૂપણ કરતી વખતે સમ્યત્ત્વના દસ પ્રકાર અને શ્રાવકના બાર વ્રતોનો નિર્દેશ કરવામાં આવ્યો છે. ટીકાઓ – કર્તાએ પોતે આના ઉપર ટીકા લખી હતી, પરંતુ તેમના પ્રશિષ્ય ઉદયસિંહે વિ.સં.૧૨૫૩માં તેના ખોવાઈ જવાનો ઉલ્લેખ ધર્મવિધિની પોતાની વૃત્તિની પ્રશસ્તિમાં (શ્લોક ૬) કર્યો છે. ઉદયસિંહની આ વૃત્તિ ૫૫૨૦ શ્લોકપ્રમાણ છે અને ચન્દ્રાવતીમાં વિ.સં.૧૨૮૬માં રચાઈ છે. તેમાં મૂલમાં આપવામાં આવેલાં ઉદાહરણોની સ્પષ્ટતા માટે તેર કથાઓ આપી છે. આ કથાઓ જૈન મહારાષ્ટ્રમાં રચાયેલા પદ્યોમાં છે. આ વૃત્તિના અંતે વીસ પદ્યોની પ્રશસ્તિ છે. મૂલ કૃતિ ઉપર એક બીજી વૃત્તિ જયસિંહસૂરિની છે, જે ૧૧૧૪૨ શ્લોકપ્રમાણ છે. તેમણે “ઉવએસસાર' એવા નામાન્તરવાળી અન્ય ધમ્મવિહિ ઉપર ટીકા લખી છે. ધર્મામૃત દિગંબર આશાધરે આ પદ્યાત્મક કૃતિ બે ભાગોમાં રચી છે. આ બે ભાગોને અનુક્રમે “અનગારધર્મામૃત” અને “સાગારધર્મામૃત' કહે છે. પહેલા ૧. તેમણે પૂજ્યપાદરચિત “ઈબ્દોપદેશ' અને તેની સ્વપજ્ઞ મનાતી ટીકા ઉપર ટીકા લખી છે અને તેમાં ઉપર્યુક્ત સ્વોપજ્ઞ ટીકાનો સમાવેશ કરી લીધો છે. ૨. આ કૃતિ સ્વોપજ્ઞ ટીકા સાથે માણિકચંદ્ર દિગંબર ગ્રન્થમાલામાં છપાઈ છે. તે ઉપરાંત સાગારધર્મામૃત ‘વિજયોદયા' ટીકા સાથે “સરલ જૈન ગ્રન્થમાલા'એ જબલપુરથી વીર સંવત્ ૨૪૮૨ અને ૨૪૮૪માં પ્રકાશિત કરી છે. તેમાં મોહનલાલ શાસ્ત્રીનો હિન્દી અનુવાદ પણ છપાયો છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001314
Book TitleKarma Sahitya ane Agamik Prakarano Jain History Series 4
Original Sutra AuthorN/A
AuthorMohanlal Mehta, Hiralal R Kapadia
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2004
Total Pages436
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Karma
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy