________________
૨૦૪
કર્મસાહિત્ય અને આગમિક પ્રકરણ આ કૃતિ માર્ગાનુસારીના ૩૫ ગુણો ઉપર પ્રકાશ નાખે છે.
ટીકા – આના ઉપર મુનિચન્દ્રસૂરિએ ૩૦૦૦ શ્લોકપ્રમાણની એક ટીકા લખી છે. તેની એક હસ્તલિખિત પ્રતિ વિ.સં.૧૧૮૧ની મળે છે. ધર્મરત્નકરંડક
૯૫૦૦ શ્લોકપ્રમાણનો આ ગ્રન્થર અભયદેવસૂરિના શિષ્ય વર્ધમાને વિ.સં. ૧૧૭૨માં લખ્યો છે.
ટીકા – આના ઉપર વિ.સં.૧૧૭૨માં લખાયેલી સ્વોપજ્ઞ વૃત્તિ છે. તેના સંશોધકોનાં નામ અશોકચન્દ્ર, ધનેશ્વર, નેમિચન્દ્ર અને પાર્થચન્દ્ર છે. ધમ્મવિહિ (ધર્મવિધિ)
આ ચન્દ્રકુલના સર્વદેવસૂરિના શિષ્ય શ્રીપ્રભસૂરિની કૃતિ છે. જૈન મહારાષ્ટ્રીમાં રચાયેલાં ૫૦ પદ્ય આમાં છે. તેમાં નીચે જણાવેલાં આઠ દ્વારોનું નિરૂપણ છે : ૧. ધર્મની પરીક્ષા, ૨. તેની પ્રાપ્તિ, ૩. ધર્મના ગુણ તથા અતિશય, ૪. ધર્મના નાશનાં કારણો, ૫. ધર્મ દેનાર ગુરુ, ૬. ધર્મને યોગ્ય કોણ ? ૭. ધર્મના પ્રકાર, ૮. ધર્મનું ફળ.
૧. આનો ગુજરાતી અનુવાદ મણિલાલ દોશીએ કર્યો છે અને તે છપાયો પણ છે. મૂલ
અને ઉપર્યુક્ત ટીકાનો હિન્દી અનુવાદ અમૃતલાલ મોદીએ કર્યો છે. તે પ્રકાશિત થયો છે. તે ઉપરાંત ડૉ. સુઆલીએ ઈટાલિયન ભાષામાં પણ મૂલનો અનુવાદ કર્યો છે. પહેલા ત્રણ અધ્યાયોનો અનુવાદ ટિપ્પણીઓ સાથે Journal of Italian Asiatic Society
(Vol.21)માં છપાયો છે. ૨. આ કૃતિ હીરાલાલ હંસરાજે બે ભાગોમાં સન્ ૧૯૨૫માં પ્રકાશિત કરી છે. ૩. પહેલા કેવળ મૂલ કૃતિ “હંસવિજયજી ફ્રી લાયબ્રેરી”એ વિ.સં.૧૯૫૪માં છપાવી હતી,
પરંતુ પછી સન્ ૧૯૨૪માં ઉદયસિંહસૂરિકૃત વૃત્તિ અને સંસ્કૃત છાયા સાથે આ કૃતિ ઉક્ત લાયબ્રેરીએ પુનઃ પ્રકાશિત કરી હતી. તેના પ્રારંભમાં મૂલ કૃતિ તથા તેની સંસ્કૃત છાયા પણ આપવામાં આવી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org