SearchBrowseAboutContactDonate
Page Preview
Page 243
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મોપદેશ ૨૦૭ ધર્મોપદેશપ્રકરણ ૮૩૩૨ શ્લોકપ્રમાણની આ કૃતિ યશોદેવે વિ.સં.૧૩૦૫માં રચી છે. તેને પ્રાકૃતમૂલ તથા બહુકથાસંગ્રહ પણ કહે છે. ધર્મસર્વસ્વાધિકાર ઉપદેશચિન્તામણિ આદિના પ્રણેતા જયશેખરસૂરિએ ૨૦૦ શ્લોકમાં તેની રચના કરી છે. પહેલા શ્લોકમાં કહ્યું છે કે ધર્મનું રહસ્ય સાંભળવું જોઈએ, સાંભળીને તે ધર્મને ધારણ કરવો જોઈએ અને પોતાને જે પ્રતિકૂળ હોય તેનું આચરણ બીજા પ્રત્યે ન કરવું જોઈએ. બીજા શ્લોકમાં કહ્યું છે કે જેમ કષ (કસોટીના પથ્થર પર ઘસવું), તાપ, છેદન અને તાડન એ ચાર રીતે સોનાની પરીક્ષા કરવામાં આવે છે તેમ ધર્મની કૃત (જ્ઞાન), શીલ, તપ અને દયા ગુણોથી પરીક્ષા કરવી જોઈએ. આ કૃતિમાં અહિંસાનો મહિમા, માંસભક્ષણના દોષ, બ્રાહ્મણનાં લક્ષણ, અબ્રહ્મનાં દૂષણો, બ્રહ્મચર્યના ગુણ, ક્રોધ અને ક્ષમાનું સ્વરૂપ, રાત્રિભોજનના દોષો, તીર્થોનો અધિકાર, ગાળ્યા વિનાના પાણીનો ઉપયોગ કરવામાં દોષ, તપ અને દાનનો મહિમા, અતિથિનું સ્વરૂપ તથા મધ ખાવામાં અને કંદમૂળભક્ષણ કરવામાં દોષો – આવી વિવિધ બાબતોનું વર્ણન આવે છે. આ કહેતી વખતે મહાભારત, સ્મૃતિ વગેરે અજૈન ગ્રન્થોમાંથી પ્રસ્તુત વિષય સાથે સમ્બદ્ધ પદ્ય ક્યાંક ક્યાંક ગૂંથી લીધા છે અને આમ અજેનોને પણ જૈન મન્તવ્ય રુચિકર લાગે એવો પ્રયત્ન કર્યો છે. ભવભાવણા (ભવભાવના) આ કૃતિ ઉપદેશમાલા વગેરેના કર્તા મલધારી હેમચન્દ્રસૂરિની છે. તેમાં ઉપમિતિભવપ્રપંચ કથાના આધાર ઉપર આયોજિત રૂપક આવે છે. જૈન ૧. હીરાલાલ હંસરાજકૃત ગુજરાતી અનુવાદ સાથે આ કૃતિને ભીમસી માણેકે સન્ ૧૯૦૦માં પ્રકાશિત કરી છે. તેની સાથે કપૂરપ્રકર તથા તેનો હીરાલાલ હંસરાજે કરેલો ગુજરાતી અનુવાદ પણ આપવામાં આવ્યો છે. આ પ્રકાશનનું નામ “ધર્મસર્વસ્વાધિકાર' તથા કસ્તુરીપ્રકરણ' છે, પરંતુ “કસ્તુરીપ્રકરણ'ના બદલે “કસ્તુરીપ્રકર' હોવું જોઈએ. ૨. હીરાલાલ હંસરાજે આનો ગુજરાતી અનુવાદ કર્યો છે અને તે છપાયો પણ છે. ૩. આ કૃતિ સ્વપજ્ઞ ટીકા સાથે ઋષભદેવજી કેશરીમલજી શ્વેતાંબર સંસ્થાએ બે ભાગમાં પ્રકાશિત કરી છે. પ્રથમ ભાગમાં ૧થી ૩૦ પત્ર છે, જ્યારે બીજામાં ૩૬૧થી દ૯૨ છે. બીજા ભાગમાં સંસ્કૃત ઉપોદ્ધાત, વિષયાનુક્રમ અને પાંચ પરિશિષ્ટ વગેરે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001314
Book TitleKarma Sahitya ane Agamik Prakarano Jain History Series 4
Original Sutra AuthorN/A
AuthorMohanlal Mehta, Hiralal R Kapadia
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2004
Total Pages436
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Karma
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy