SearchBrowseAboutContactDonate
Page Preview
Page 232
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૬ કર્મસાહિત્ય અને આગમિક પ્રકરણ ધમ્મોવએસમાલા (ધર્મોપદેશમાલા) જૈન મહારાષ્ટ્રમાં ૯૮ આર્યા છન્દમાં રચાયેલી આ કૃતિના લેખક કૃષ્ણ મુનિના શિષ્ય અને પ્રસ્તુત કૃતિના આદ્ય વિવરણકાર જયસિહસૂરિ મનાય છે. આ કૃતિ ધર્મદાસગણીકૃત ઉવએસમાલાનું પ્રાયઃ અનુકરણ કરે છે. ટીકા – આ કૃતિ ઉપર ઉપર્યુક્ત જયસિંહસૂરિએ પ૭૭૮ શ્લોકપ્રમાણ એક વિવરણ નાગોરમાં વિ.સં.૯૧૫માં પૂરું કર્યું હતું. તેમાં વ્યાખ્યા સંસ્કૃતમાં છે પરંતુ ૧૫૬ કથાઓ જૈન મહારાષ્ટ્રીમાં છે. આ કથાઓ અનેક દૃષ્ટિએ મહત્ત્વની છે. સત્પરુષના સંગના મહિમાને સૂચવવા માટે ૧૯મી ગાથાના વિવરણમાં વંકચૂલની કથા આપવામાં આવી છે. પૃ. ૧૯૩-૧૯૪ ઉપર ત્રઋષભદેવ વગેરે ચોવીસ તીર્થકરોની સ્તુતિરૂપ જયકુસુમમાલાની રચના વિવરણકારે જૈન મહારાષ્ટ્રીમાં કરી છે. આ ઉપરાંત આ વિવરણના અંતે આ તીર્થકરોના ગણધરો અને શ્રુતસ્થવિરોના વિશે જૈન મહારાષ્ટ્રી પદ્યમાં જાણકારી આપવામાં આવી છે. પ્રસ્તુત વિવરણમાં ધર્મદાસગણીકૃત ઉવએસમાલાના પોતાના (જયસિંહસૂરિના) વિવરણના ઉલ્લેખો અનેક સ્થાને આવે છે. તેમણે “દ્વિમુનિચરિત અને નેમિનાથચરિત' પણ લખ્યાં છે. વળી, આ કૃતિ ઉપર હર્ષપુરીય ગચ્છના (માલધારી) હેમચન્દ્રસૂરિના પટ્ટધર વિજયસિંહસૂરિએ વિ.સં.૧૧૯૧માં ૧૪,૪૭૧ શ્લોકપ્રમાણ વિવરણ સંસ્કૃતમાં લખ્યું છે. તેમાં કથાઓનો વિસ્તાર છે. આ ઉપરાંત મદનચન્દ્રસૂરિના શિષ્ય મુનિદેવે વિ.સં.૧૩૨પમાં એક વૃત્તિ લખી છે અને તેમાં તેમણે જયસિંહસૂરિકૃત વિવરણનો ઉપયોગ કર્યો છે. ઉવએસમાલા (ઉપદેશમાલા) “પુષ્પમાલા'ના નામે જાણીતી અને “કુસુમમાલા'ના ગૌણ નામને ધારણ કરનારી તથા આધ્યાત્મિક રૂપકોથી અલંકૃત જૈન મહારાષ્ટ્રના પ૦૫ આર્યા ૧. આ કૃતિ જયસિહસૂરિકૃત વિવરણસહિત “સિંઘી જૈન ગ્રન્થમાલા'ના ૨૮મા ગ્રન્થાંકના રૂપે સન્ ૧૯૪૯માં પ્રકાશિત થઈ છે. ૨. જબૂસ્વામીથી લઈને દેવવાચક સુધીના ૩. જુઓ ઉપર્યુક્ત પ્રકાશનની પ્રસ્તાવના, પૃ. ૬ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001314
Book TitleKarma Sahitya ane Agamik Prakarano Jain History Series 4
Original Sutra AuthorN/A
AuthorMohanlal Mehta, Hiralal R Kapadia
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2004
Total Pages436
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Karma
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy