________________
ધર્મોપદેશ
૧૯૭ છન્દમાં રચાયેલી આ કૃતિના પ્રણેતા મલધારી હેમચન્દ્રસૂરિ છે. તેમણે તેમાં પોતાનું નામ ધર્મદાસગણીની જેમ કુશળતાપૂર્વક સૂચિત કર્યું છે. ધર્મદાસગણીની ઉપદેશમાલાના અનુકરણરૂપ આ કૃતિ છે. તેમાં વિવિધ દૃષ્ટાંતો આપી નીચે જણાવેલા વીસ અધિકારોનું નિરૂપણ કરવામાં આવ્યું છે.
૧. અહિંસા, ૨. જ્ઞાન, ૩. દાન, ૪. શીલ, ૫. તપ, ૬, ભાવના, ૭. સમ્યક્તની શુદ્ધિ, ૮. ચારિત્રની શુદ્ધિ, ૯, ઈન્દ્રિયો ઉપર વિજય, ૧૦. કષાયોનો નિગ્રહ, ૧૧. ગુરુકુલવાસ, ૧૨. દોષોની આલોચના, ૧૩. ભવવૈરાગ્ય, ૧૪. વિનય, ૧૫. વૈયાવૃત્ય, ૧૬. સ્વાધ્યાયપ્રેમ, ૧૭. અનાયતનનો ત્યાગ, ૧૮. નિન્દાનો પરિહાર, ૧૯. ધર્મમાં સ્થિરતા, ૨૦. અનશનરૂપ પરિજ્ઞા.
ટીકાઓ – બૃહટ્ટિપ્પનિકા (ક્રમાંક ૧૭૭) અનુસાર લેખકની પોતાની લખેલી સ્વોપજ્ઞ વૃત્તિ વિ.સં.૧૧૭૫માં રચાઈ છે. તેનું પરિમાણ લગભગ ૧૩,૦૦૦ શ્લોકપ્રમાણ છે. તેમાં મૂલ કૃતિમાં દષ્ટાન્ત દ્વારા સૂચિત કથાઓ ગદ્ય અને પદ્યમાં જૈન મહારાષ્ટ્રીમાં આપવામાં આવી છે. આ ઉપરાંત અંચલગચ્છના જયશેખરસૂરિએ વિ.સં.૧૪૬૨માં ૧૯૦૦ શ્લોકપ્રમાણ અવચૂરિ, સાધુ સોમગણીએ વિ.સં. ૧૫૧૨માં વૃત્તિ, અન્ય કોઈએ વિ.સં.૧૫૧૯ના પહેલાં એક બીજી વૃત્તિ અને મેરુસુંદરે બાલાવબોધની રચના કરી છે. ૨ ઉવએ સરસાયણ (ઉપદેશરસાયન)
ચર્ચારી ઈત્યાદિના કર્તા જિનદત્તસૂરિએ “પદ્ધટિકા' છન્દમાં અપભ્રંશમાં તેની રચના કરી છે. તેના વિવરણકારના મતાનુસાર તે બધા રાગોમાં ગવાય છે. તેમાં લોકપ્રવાહ, સુગુરુનું સ્વરૂપ, ચૈત્યવિધિ તથા શ્રાવક અને શ્રાવિકાની હિતશિક્ષા – આ બધા વિષયોને સ્થાન અપાયું છે.
૧. શ્રી કપૂરવિજયજીકૃત ભાવાનુવાદ સાથે આ કૃતિ જૈન શ્રેયસ્કર મંડલ', મહેસાણાએ
સનું ૧૯૧૧માં પ્રકાશિત કરી છે. તે પછી સ્વોપજ્ઞ વૃત્તિ સાથે તે “ઋષભદેવજી
કેશરીમલજી શ્વેતાંબર સંસ્થા” રતલામથી વિ.સં.૧૯૯૩માં પ્રકાશિત થઈ છે. ૨. શ્રી કપૂરવિજયજીએ આનો ભાવાનુવાદ કર્યો છે અને તે છપાયો પણ છે. ૩. જિનપાલકૃત સંસ્કૃત વ્યાખ્યા સાથે આ રચના “અપભ્રંશકાવ્યત્રયી'માં (પૃ. ૨૯-૬૬).
છપાઈ છે. કર્તાએ અંતિમ પદ્યમાં “ઉવએ સરસાયણ' નામ આપ્યું છે. જિનપાલે પોતાની વ્યાખ્યાના આરંભમાં તેને ઉપદેશરસાયન અને ધર્મરસાયન રાસક (રાસા) કહી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org