________________
ધર્મોપદેશ
ઉવએસપય (ઉપદેશપદ)
૧૦૩૯ આર્યા છન્દોમાં જૈન મહારાષ્ટ્રીમાં રચાયેલા આ ગ્રન્થના કર્તા હરિભદ્રસૂરિ છે. તેમણે આ ગ્રન્થમાં ઉત્તરાધ્યયનની નિર્યુક્તિ, નન્દી, સન્મતિપ્રકરણ વગેરેની કેટલીય ગાથાઓ મૂળમાં જ ગૂંથી લીધી છે. આ કૃતિમાં માનવભવની દુર્લભતાસૂચક દશ દેષ્ટાન્ત, જૈન આગમોનું અધ્યયન, ચાર પ્રકારની બુદ્ધિ, ધાર્મિક બોધ આપવાની અને ગ્રહણ કરવાની પદ્ધતિ, વાક્યાર્થ, મહાવાક્યાર્થ અને ઐદમ્પર્યાર્થની સ્પષ્ટતા વગેરે વિષયો ઉપર વિચાર કરવામાં આવ્યો છે. ટીકાઓ ઉવએસપય ઉ૫૨ કોઈકે ગહન વૃત્તિ લખી હતી એવું આ કૃતિની મુનિચન્દ્રસૂરિરચિત (વિ.સં.૧૧૭૪) સુખસમ્બોધની નામની વિવૃતિના પ્રારંભિક ભાગ (શ્લોક ૩) ઉપરથી જણાય છે. આ મહાકાય વિવૃત્તિના કર્તાને તેમના શિષ્ય રામચન્દ્રગણિએ સહાય કરી હતી. આ વિવૃતિમાં કેટલાંય કથાનકો જૈન મહારાષ્ટ્રીમાં છે.
વિ.સં. ૧૦૫૫માં શ્રી વર્ધમાનસૂરિએ તેના ઉપર એક ટીકા લખી છે. તેની પ્રશસ્તિ પાળ્વિલગણીએ રચી છે. આ આખી ટીકાનો પ્રથમાદર્શ આર્યદેવે તૈયાર કર્યો હતો. ‘વન્દે દેવનરેન્દ્ર'થી શરૂ થતી આ ટીકાનું પરિમાણ ૬૪૧૩ શ્લોકપ્રમાણ છે. મૂલ ઉપર એક અજ્ઞાતકર્તૃક ટીકા પણ છે. ઉપદેશપ્રકરણ
૧૯૫
૧૦૦૦ શ્લોકપ્રમાણની આ પદ્યાત્મક કૃતિ અજ્ઞાતકર્તૃક છે. તેમાં ધર્મ, પૂજા, દાન, દયા, સજ્જન, વૈરાગ્ય અને સૂક્ત જેવા વિવિધ અધિકારોને સ્થાન આપવામાં આવ્યું છે.
૧. મુનિચન્દ્રસૂરિની સુખસમ્બોધની નામની વિવૃતિ સાથે આ કૃતિ ‘મુક્તિ-કમલ-જૈનમોહનમાલા’માં બે ભાગોમાં અનુક્રમે સન્ ૧૯૨૩ અને ૧૯૨૫માં પ્રકાશિત થઈ છે. ૨. ધર્મોપદેશમાલાવિવરણના પ્રાસ્તાવિક(પૃ.૧૪)માં જિનવિજયજીએ ઉવએસપયને ધર્મદાસગણીકૃત ઉવએસમાલાની અનુકૃતિરૂપ માન્યું છે.
૩. મૂલ કૃતિ સાથે આનું શ્લોકપ્રમાણ ૧૪૫૦૦ છે.
૪. આના પરિચય માટે જુઓ Descriptive Catalogue of Govt. Collections of MSS. Vol. XVIII, pp. 331-332
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org