________________
કર્મસાહિત્ય અને આગમિક પ્રકરણ
‘દોસસયમૂલજાલં’થી શરૂ થતી આ કૃતિની ૫૧મી ગાથાના સો અર્થ ઉદયધર્મે વિ.સં.૧૬૦૫માં કર્યા છે. ૪૭૧મી ગાથામાં ‘માસાહસ' નામના પક્ષીનો ઉલ્લેખ છે.
૧૯૪
ટીકાઓ પ્રસ્તુત ‘ઉવએસમાલા' ઉપર લગભગ વીસ સંસ્કૃત ટીકાઓ છે. કૃષ્ણર્ષિના શિષ્ય જયસિંહે વિ.સં.૯૧૩માં જૈન મહારાષ્ટ્રીમાં એક વૃત્તિ લખી છે. દુર્ગસ્વામીના શિષ્ય અને ઉપમિતિભવપ્રપંચાકથાના કર્તા સિદ્ધર્ષિએ તેના ઉપર વિ.સં.૯૬૨માં ‘હેયોપાદેયા’ નામની ૯૫૦૦ શ્લોકપ્રમાણ એક બીજી વૃત્તિ લખી છે. ઉવએસમાલાની બધી ટીકાઓમાં આ અગ્રસ્થાન ધરાવે છે. તેના ઉપર લખાયેલી બીજી એક મહત્ત્વની ટીકાનું નામ ‘દોટ્ટી' છે. ‘વાદી’ દેવસૂરિના શિષ્ય રત્નપ્રભસૂરિની આ ટીકા ૧૧૫૫૦ શ્લોકપ્રમાણ છે અને તેનો રચનાકાળ વિ.સં.૧૨૩૮ છે. તેમાં સિદ્ધર્ષિનો ઉલ્લેખ છે. આ ટીકામાં એક રણસિંહની કથા આવે છે, તેમાં કહ્યું છે કે તે વિજયસેન રાજા અને વિજયા રાણીનો પુત્ર હતો. આ વિજયસેન દીક્ષા લઈ અધિજ્ઞાની થયા હતા અને તેમણે પોતાના સંસારી પુત્ર માટે ‘ઉવએસમાલા' લખી હતી. આ વિજયસેન જ ધર્મદાસગણી છે. દોટ્ટીની વિ.સં.૧૫૨૮માં લખાયેલી એક હસ્તપ્રતિમાં ચાર વિભાગ કરી પ્રત્યેક વિભાગને ‘વિશ્રામ' કહ્યો છે. ઉપરાંત, તેના પુનઃ બે ભાગ કરી પ્રત્યેક ભાગને ‘ખંડ' સંજ્ઞા પણ આપી છે. પ્રથમ ખંડમાં પ્રારંભની ૯૧ ગાથાઓ છે. દોષટ્ટી વૃત્તિમાં ઉવએસમાલામાં સૂચિત કથાઓ જૈન મહારાષ્ટ્રીમાં અને કેટલીક અપભ્રંશમાં છે, જ્યારે વ્યાખ્યા તો સંસ્કૃતમાં જ છે.
સિદ્ધર્ષિકૃત હેયોપાદેયામાં કથાનક અલ્પ અને સંક્ષિપ્ત હોવાથી વર્ધમાનસૂરિએ તેમાં બીજાં કથાનકો ઉમેરી દીધાં છે. તેની વિ.સં.૧૨૯૮માં લખાયેલી એક પ્રતિ મળે છે. નાગેન્દ્રગચ્છના વિજયસેનના શિષ્ય ઉદયપ્રભે ૧૨૯૯માં ૧૨૨૭૪ શ્લોકપ્રમાણની ‘કણિકા' નામની ટીકા લખી છે.
૨
૧. તેની પહેલી ગાથામાં ‘ઘટાઘટી’ એવો શબ્દપ્રયોગ આવે છે, તેના આધારે આ ટીકાનું નામ ‘દોટ્ટી’ પડ્યું છે એમ કેટલાક માને છે. આ ટીકાને ‘વિશેષવૃત્તિ' પણ કહે
છે.
૨. આ ઉપરાંત બીજી સંસ્કૃત વગેરે ટીકાઓનો નિર્દેશ મેં મારા લેખ “ધર્મદાસગણીકૃત ઉવએસમાલા અને એનાં પ્રકાશનો અને વિવરણો' (આત્માનન્દ પ્રકાશ)માં કર્યો છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org