________________
ત્રીજું પ્રકરણ
ધર્મોપદેશ ઉવએસમાલા (ઉપદેશમાલા) - ૫૪૨ આર્યા છન્દમાં રચાયેલી આ કૃતિના કર્તા ધર્મદાસગણિ છે. તેમના વિશે એવી માન્યતા પ્રચલિત છે કે તે પોતે મહાવીરસ્વામીના હાથે દીક્ષા પામેલા તેમના શિષ્ય હતા, પરંતુ આ માન્યતા વિચારણીય છે કારણ કે આ ગ્રંથમાં ૭૦ જેટલી જે કથાઓનું સૂચન છે તેમનામાં વજસ્વામીનો પણ ઉલ્લેખ છે. તેની ભાષા પણ આચારાંગ વગેરે જેટલી પ્રાચીન નથી.
આચારશાસ્ત્રની પ્રવેશિકાના શ્રીગણેશ આ કૃતિથી થાય છે અને આ દિશામાં માલધારી હેમચન્દ્રસૂરિએ સબળ પ્રયત્ન કર્યો છે એમ એમની
ઉવએસમાલા” જોવાથી જણાય છે. પ્રસ્તુત કૃતિમાં નીચે જણાવેલા વિષયોનું રસપ્રદ અને સદષ્ટાંત નિરૂપણ છેઃ
ગુરુનું મહત્ત્વ, આચાર્યના ગુણો, વિનય, પુરુષપ્રધાન ધર્મ, ક્ષમા, અજ્ઞાનતપશ્ચર્યાનું મૂલ્ય, પ્રવ્રજ્યાનો પ્રભાવ, સહનશીલતા, પાંચ આસવોનો ત્યાગ, શીલનું પાલન, સમ્યક્ત, પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિનું પાલન, ચાર કષાયો ઉપર વિજય, સાચું શ્રામસ્ય, સંયમ, અપ્રમાદ, અપરિગ્રહ અને દયા.
આમ આ કૃતિમાં જીવનશોધન અને આધ્યાત્મિક ઉન્નતિ માટે અત્યન્ત મૂલ્યવાન સામગ્રી ભરી પડી છે.
૧. લગભગ ત્રણ ગાથાઓ પ્રક્ષિત છે. * ૨. આ કૃતિ અનેક સ્થાનોથી પ્રકાશિત થઈ છે. મુંબઈથી સન્ ૧૬૨માં “શ્રી શ્રુતજ્ઞાન
અમીધારા'નાં પૃ. ૧૨૨-૧૫૦માં છપાઈ છે. આ ઉપરાંત જામનગરથી હીરાલાલ હંસરાજે સન્ ૧૯૩૪માં રામવિજયગણીકૃત વૃત્તિ સાથે તથા સન્ ૧૯૩૯માં સિદ્ધર્ષિની ટીકા સાથે પ્રકાશિત કરી છે. રામવિજયગણીકૃત ટીકાનો ગુજરાતી અનુવાદ પણ છપાયો
છે.
૩. જુઓ અંતિમ ભાગ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org