________________
૧૯૧
આગમસાર અને દ્રવ્યાનુયોગ
૩. વિવૃતિ – ૮૫૦ શ્લોકપ્રમાણની આ સંસ્કૃત વિવૃતિ હરિભદ્રસૂરિએ વિ.સં.૧ ૧૭૨માં લખી છે. તે બૃહગચ્છના જિનદેવસૂરિના શિષ્ય હતા.
૪. ટીકા – મલયગિરિસૂરિની આ ટીકા ૨૪૧૦ શ્લોકપ્રમાણની છે.
પ. વૃત્તિ – ૧૬૭૨ શ્લોકપ્રમાણની આ વૃત્તિના લેખક ચન્દ્રકુલના ધર્મસૂરિના શિષ્ય યશોભદ્રસૂરિ છે.
૬. વિવરણ – આ મેરુવાચકની કૃતિ છે.
૭. ટીકા – આ અજ્ઞાતકર્તક છે.' સૂક્ષ્માર્થવિચારસાર અથવા સાર્ધશતકપ્રકરણ
આ કૃતિ ખરતરગચ્છના જિનવલ્લભસૂરિની છે. તે નવાંગીવૃત્તિકાર અભયદેવસૂરિના શિષ્ય હતા. તેમનો સ્વર્ગવાસ વિ.સં.૧૧૬૭માં થયો હતો. આ કૃતિમાં કર્મસિદ્ધાન્તનું નિરૂપણ કરવામાં આવ્યું છે.
ટીકાઓ – આના ઉપર અનેક ટીકાઓ છે. એક અજ્ઞાતકક ભાષ્ય છે. અંગુલસત્તરિ વગેરેના પ્રણેતા મુનિચંદ્રસૂરિએ વિ.સં.૧૧૭૦માં આના ઉપર એક ચણિ (ચૂર્ણિ) લખી છે. શીલભદ્રના શિષ્ય ધનેશ્વરસૂરિએ ૧૧૭૧માં ૩૭૦૦ શ્લોકપ્રમાણની એક વૃત્તિ લખી છે. બીજી વૃત્તિ હરિભદ્રસૂરિએ ૧૧૭૨માં લખી છે. ત્રીજી એક વૃત્તિ ચક્રેશ્વરે પણ લખી છે. કર્તાના શિષ્ય રામદેવગણિએ તથા મહેશ્વરસૂરિએ તેના ઉપર એક એક ટીકા લખી છે. એક અજ્ઞાતકર્તક ટીકા પણ છે. કોઈએ ૧૪૦૦ શ્લોકપ્રમાણનું વૃત્તિ-ટિપ્પણ પણ લખ્યું છે. પ્રશ્નોત્તરરત્નમાલા અથવા રત્નમાલિકા
પ્રશ્નોત્તરરૂપની ૨૯ પઘોની આ કૃતિ સર્વમાન્ય સામાન્ય નીતિ ઉપર પ્રકાશ ફેંકે છે. તેના પ્રણેતા વિમલસૂરિ છે. અનેક વિદ્વાનોના મતે તેના લેખક દિગંબર જિનસેનના અનુરાગી રાજા અમોઘવર્ષ છે. કેટલાક એને બૌદ્ધ કૃતિ માને છે, તો કેટલાક વૈદિક હિન્દુઓની."
૧. કેટલાયનું માનવું છે કે આના ઉપર બે ભાષ્ય પણ લખાયાં હતાં. ૨. ધનેશ્વરસૂરિની વૃત્તિ સાથે આને જૈનધર્મ પ્રસારક સભાએ પ્રકાશિત કરી છે. ૩. કોઈ કોઈ હસ્તલિખિત પ્રતિમાં ૩૦ પદ્યો છે. ૪. દેવેન્દ્રકૃત ટીકા સાથે આ કૃતિને હીરાલાલ હંસરાજે જામનગરથી સન્ ૧૯૧૪માં પ્રકાશિત
કરી છે. ૫. આ વિશે જુઓ મારું પુસ્તક “જૈન સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ, ખંડ ૧, પૃ. ૨૪૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org