________________
૧૯૦
કર્મસાહિત્ય અને આગમિક પ્રકરણ વિપરીત વર્તણૂક, અસંયતની પૂજા, ચાહિલ દ્વારા પ્રદર્શિત માર્ગ, એકતા માટે પ્રમાર્જનીનું દૃષ્ટાન્ત, શ્લેષપૂર્વક ગ્રહ અને નક્ષત્રના દૃષ્ટાંત દ્વારા ઔચિત્યથી યુક્ત મનુષ્યને ધનની પ્રાપ્તિ, લોહચુંબક યુક્ત અને તેનાથી રહિત જહાજના દૃષ્ટાંત દ્વારા લોભનો ત્યાગથી થનાર લાભનું વર્ણન વગેરે વિષયો આ કૃતિમાં
ટીકા – ઉપાધ્યાય સૂરપ્રભે આના ઉપર એક વ્યાખ્યાટીકા લખી છે. તે જિનપતિસૂરિના શિષ્ય અને જિનપાલ, પૂર્ણભદ્રગણી, જિનેશ્વરસૂરિ તથા સુમતિગણીના સતીર્થ્ય હતા. તેમણે ઉપાધ્યાય ચન્દ્રતિલકને વિદ્યાનન્દવ્યાકરણ ભણાવ્યું હતું અને દિગંબર વાદી યમદંડને સ્તષ્મતીર્થ નગરમાં હરાવ્યા હતા. તેમણે ૨૮મા પદ્યની વ્યાખ્યામાં લખ્યું છે કે ગ્રહો પણ ધીરે ધીરે નક્ષત્રો ઉપર આરોહણ કરે છે, તેથી ધન ન મળવાને કારણે આકુળવ્યાકુળ થવું ઉચિત નથી. આગમિયવસ્થૂવિયારસાર (આગમિકવસ્તુવિચારસાર)
આ કૃતિ જૈન મહારાષ્ટ્રમાં ૮૬ પદ્યોમાં રચાઈ છે. તેથી તેને “છાસીઈ (ષડશીતિ) પણ કહે છે. તેને પ્રાચીન કર્મગ્રન્થોમાંનો એક માનવામાં આવે છે. તેમાં જીવમાર્ગણા, ગુણસ્થાન, ઉપયોગ, યોગ અને વેશ્યાનું નિરૂપણ છે. તેના કર્તા ખરતરગચ્છના જિનવલ્લભસૂરિ છે. તેમનો સ્વર્ગવાસ વિ.સં.૧૧૬૭માં થયો હતો.
ટીકાઓ – તેના ઉપર અનેક ટીકાઓ લખાઈ છે. ૧. જિનવલ્લભગીકૃત ટીકા.
૨. વૃત્તિ (વૃત્તિ) – ૮૦૫ શ્લોકપ્રમાણની જૈન મહારાષ્ટ્રમાં લખાયેલી આ વૃત્તિ કર્તાના શિષ્ય રામદેવગણીએ વિ.સં.૧૧૭૩માં લખી છે. તેની કાગળ ઉપર લખાયેલી એક હસ્તલિખિત પ્રતિ વિ.સં.૧૨૪૬ની મળે છે. તેનાથી પ્રાચીન કોઈ જૈન હસ્તલિખિત કાગળની પ્રતિ દેખવા-સાંભળવામાં આવી નથી.
૧. મલયગિરિની વૃત્તિ તથા બૃહગચ્છીય હરિભદ્રસૂરિની વિવૃતિ સાથે વિ.સં. ૧૯૭૨માં
આ કૃતિ જૈન આત્માનન્દ સભાએ પ્રકાશિત કરી છે. ૨. એક હસ્તલિખિત પ્રતિમાં ૯૪ પદ્યો છે. તેના માટે જુઓ ભાંડારકર પ્રાચ્ય વિદ્યા સંશોધન
મંદિર તરફથી પ્રકાશિત મારું Descriptive Catalogue of the Government Collection of Manuscripts, Vol. XVIII, Part I, No. 129.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org