________________
આગમસાર અને દ્રવ્યાનુયોગ
૧૮૫ નિર્મિત જિનમંદિરમાં પૂજા, ૩૨. મિથ્યાષ્ટિ કોણ, ૩૩. વેશનું અપ્રામાણ્ય, ૩૪. અસંયતનો અર્થ, ૩૫. પ્રાણીઓનો વધ કરનારને દાન, ૩૬. ચારિત્રની સત્તા, ૩૭. આચરણા અને ૩૮. ગુણોની સ્તુતિ.
ટીકા – કર્તાએ પોતે જ એક મહિનામાં જ સિદ્ધરાજ જયસિંહના રાજયમાં અણહિલ્લપુરમાં એક વૃત્તિ લખી છે. તેની શરૂઆતમાં એક પદ્યની અને અન્ને પાંચ પઘની એક પ્રશસ્તિ છે. આ વૃત્તિનું સંશોધન નેમિચન્દ્રસૂરિએ કર્યું છે. સિદ્ધપંચાસિયા (સિદ્ધપંચાશિકા)
આની રચના જગન્દ્રસૂરિના શિષ્ય દેવેન્દ્રસૂરિએ કરી છે. તેમનો સ્વર્ગવાસ વિ.સં.૧૩૨૭માં થયો હતો. તેમની બીજી રચનાઓમાં પાંચ નવ્ય કર્મગ્રન્થ, ત્રણ ભાષ્ય, તાWફત્તય (દાનાદિકુલક), ધર્મરત્નટીકા, સવૃત્તિક સદિશકિચ્ચ (શ્રાદ્ધદિનકૃત્ય) અને સુદર્શનાચરિત્ર (સહકર્તા વિજયચન્દ્રસૂરિ) છે. સિદ્ધપંચાસિયા જૈન મહારાષ્ટ્રમાં રચાયેલી ૫૦ ગાથાઓની કૃતિ છે. તેની રચના સિદ્ધપાહુડના આધારે થઈ છે. તેમાં સિદ્ધના અનન્તરસિદ્ધ અને પરંપરાસિદ્ધ એવા બે ભેદ કરવામાં આવ્યા છે. ૧. સત્પદપ્રરૂપણા, ૨. દ્રવ્યપ્રમાણ, ૩. ક્ષેત્ર, ૪. સ્પર્શના, ૫. કાલ, ૬. અત્તર. ૭. ભાવ અને ૮. અલ્પબદુત્વ એ આઠ દૃષ્ટિએ પ્રથમ પ્રકારનો વિચાર કરવામાં આવ્યો છે. આ આઠ ઉપરાંત સન્નિકર્ષ દ્વારા પણ દ્વિતીય પ્રકારનું નિરૂપણ છે. આ બંને પ્રકારના સિદ્ધો વિશે નીચે જણાવેલી પંદર વાતોના આધાર પર પ્રકાશ ફેંકવામાં આવ્યો છે.
૧. ક્ષેત્ર, ૨. કાલ, ૩. ગતિ, ૪. વેદ, ૫. તીર્થ, ૬. લિંગ, ૭. ચારિત્ર, ૮. બુદ્ધ, ૯. જ્ઞાન, ૧૦. અવગાહના, ૧૧. ઉત્કૃષ્ટતા, ૧૨. અત્તર, ૧૩. અનુસમય, ૧૪. ગણના અને ૧૫. અલ્પબદુત્વ.
ટીકાઓ – આના ઉપર કર્તાએ પોતે ૭૧૦ શ્લોકપ્રમાણવાળી એક ટીકા લખી છે. ઉપરાંત, કેટલીય ટીકાઓ અને અવસૂરિઓ અજ્ઞાતકર્તક છે. વિદ્યાસાગરે વિ.સં.૧૭૮૧માં તેના ઉપર એક બાલાવબોધ પણ લખ્યો છે.
૧. આ કૃતિ અજ્ઞાતકર્તૃક અવચૂરિ સાથે જૈન આત્માનન્દ સભા, ભાવનગરથી પ્રકાશિત થઈ
છે. ૨. તે બધામાંથી એક અવસૂરિ પ્રકાશિત પણ થઈ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org