________________
૧૮૪
કર્મસાહિત્ય અને આગમિક પ્રકરણ
શ્રાવક ઉત્કૃષ્ટ છે એમ તેમાં કહ્યું છે. આ સ્થાનકોના અનુક્રમે ૪, ૬, ૫, ૪, ૩ અને ૬ ભેદ કરવામાં આવ્યા છે.
ટીકાઓ જિનેશ્વરસૂરિના શિષ્ય અને નવાંગીવૃત્તિકા૨ અભયદેવે તેના ઉપ૨ ૧૬૪૮ શ્લોકપ્રમાણનું એક ભાષ્ય લખ્યું છે. જિનપતિસૂરિના શિષ્ય ઉપાધ્યાય જિનપાલે વિ.સં.૧૨૬૨માં ૧૪૯૪ શ્લોકપ્રમાણવાળી એક વૃત્તિ સંસ્કૃતમાં લખી છે. તેના પ્રારંભમાં ત્રણ પદ્ય, પ્રત્યેક સ્થાનકના અંતે એક એક અને છેક અંતે પ્રશસ્તિના રૂપે અગીઆર પદ્ય છે. બાકીનો બધો ભાગ ગદ્યમાં છે. ઉપરાંત, એક વૃત્તિ થારાપદ્ર ગચ્છના શાન્તિસૂરિએ લખી છે અને એક અજ્ઞાતકર્તૃક છે. જીવાણુસાસણ (જીવાનુશાસન)
તેના કર્તા દેવસૂરિ છે. તે વીરચન્દ્રસૂરિના શિષ્ય હતા, તેથી તે વાદી દેવસૂરિથી જુદા છે. આ ગ્રંથમાં આગમ વગેરેના ઉલ્લેખ સાથે જૈન મહારાષ્ટ્રીમાં રચાયેલાં ૩૨૩ આર્યા છન્દ છે. આખો ગ્રંથ ૩૮ અધિકારોમાં વિભક્ત છે. તે અધિકારોમાં નીચે જણાવેલા વિષયોની ચર્ચા કરવામાં આવી છે.
૧. જિનપ્રતિમાની પ્રતિષ્ઠા, ૨. પાર્શ્વસ્થને વન્દન, ૩. પાક્ષિક પ્રતિક્રમણ, ૪. વનકત્રય, ૫. સાધ્વી દ્વારા શ્રાવિકાની નન્દી, ૬. દાનનો નિષેધ, ૭. માઘમાલાનું પ્રતિપાદન, ૮. ચતુર્વિશતિપટ્ટક વગેરેની વિચારણા, ૯. અવિધિકરણ, ૧૦. સિદ્ધને બલિ, ૧૧. પાર્શ્વસ્થ વગેરે પાસે શ્રવણ આદિ, ૧૨. વિધિચૈત્ય, ૧૩. દર્શનપ્રભાવક આચાર્ય, ૧૪. સંઘ, ૧૫. પાર્શ્વસ્થ વગેરેની અનુવર્તના, ૧૬. જ્ઞાન વગેરેની અવજ્ઞા, ૧૭-૧૮. ગચ્છ અને ગુરુનાં વચનનો અત્યાગ, ૧૯. બ્રહ્મશાન્તિ વગેરેનું પૂજન, ૨૦. શ્રાવકોને આગમ ભણવાનો અધિકાર, ૨૧. શિષ્યના ખભા પર બેસી વિહાર, ૨૨. માસકલ્પ, ૨૩. આચાર્યની મલિનતાનો વિચાર, ૨૪. કેવળ સ્રીઓનું વ્યાખ્યાન, ૨૫. શ્રાવકોનું પાર્શ્વસ્થ વગેરેને વન્દન, ૨૬. શ્રાવકની સેવા, ૨૭. સાધ્વીઓને ધર્મકથનનો નિષેધ, ૨૮. જિનદ્રવ્યનું ઉત્પાદન, ૨૯. અશુદ્ધ ગ્રહણનું કથન, ૩૦. પાર્શ્વસ્થ આદિની પાસે કરવામાં આવેલા તપની નિન્દા, ૩૧. પાર્શ્વસ્થ વગેરે દ્વારા
૧. આ અપ્રકાશિત જણાય છે.
૨. આને સ્વોપન્ન સંસ્કૃત વૃત્તિ સાથે ‘હેમચન્દ્રાચાર્ય જૈન સભા' પાટણે સન્ ૧૯૨૮માં પ્રકાશિત કરેલ છે.
આ અધિકારોનાં નામ ૩૧૭-૩૨૧ ગાથામાં આપવામાં આવ્યાં છે.
3.
Jain Education International
·
For Private & Personal Use Only
www.jainelibrary.org