________________
૧૭ર
કર્મસાહિત્ય અને આગમિક પ્રકરણ દેવો અને નારકોનાં આયુષ્ય, ભવન અને અવગાહન; મનુષ્યો અને તિર્યંચોના શરીરોનું માન તથા આયુષ્યોનું પ્રમાણ; દેવો અને નારકોના ઉપપાત (જન્મ) અને ઉદ્વર્તનનો વિરહકાલ; એક સમયમાં થનારા ઉપપાત અને ઉદ્વર્તનની સંખ્યા તથા બધા જીવોની ગતિ અને આગતિનું આનુપૂર્વી અનુસાર વર્ણન. ઉપરાંત, દેવોનાં શરીરનો વર્ણ, તેમનાં ચિહ્ન વગેરે વાતો પણ તેમાં આવે છે. સંક્ષેપમાં કહી શકાય કે તેમાં જૈન દૃષ્ટિએ ખગોળ અને ભૂગોળનું વર્ણન આવે છે. સાથે સાથે નારક, મનુષ્ય અને તિર્યંચના વિશે પણ કેટલીક જાણકારી તેમાં મળે છે.
પ્રસ્તુત કૃતિની રચના પણ વણા વગેરેના આધારે થઈ છે. તેમાં જો કોઈ ભૂલ થઈ હોય તો તેને માટે જિનભદ્રગણીએ ક્ષમા માગી છે.
ટીકાઓ – ૭૩મી ગાથા ઉપરની મલયગિરિકૃત વિવૃત્તિમાંથી જાણવા મળે છે કે હરિભદ્રસૂરિએ પ્રસ્તુત કૃતિ ઉપર એક ટીકા લખી હતી. પૂર્ણભદ્રના શિષ્ય અને નમિસાધુના ગુરુ શીલભદ્ર વિ.સં.૧૧૩૯માં ૨૮૦૦ શ્લોકપ્રમાણ એક વિવૃત્તિ અને મુનિપતિચરિતના કર્તા હરિભદ્ર એક વૃત્તિ લખી છે એવો ઉલ્લેખ જિનરત્નકોશમાં છે.
મલયગિરિસૂરિએ તેના ઉપર એક વિવૃત્તિ લખી છે. આ વિવૃત્તિ જીવ અને જગત વિશેના વિશ્વકોશ જેવી છે. ૫૦૦ શ્લોકપ્રમાણની આ વિવૃત્તિમાં વિવિધ યંત્રો પણ આપવામાં આવ્યાં છે.
૩૬૪મી ગાથામાં સંક્ષિપ્તતા સંગ્રહણીના વિશે સૂચના છે. તેના અનુસાર તેના પછીની બે ગાથામાં શરીર વગેરે ચોવીસ દ્વારોનું વર્ણન આવે છે. સંખિત્તસંગહણી (સંક્ષિપ્તસંગ્રહણી) અથવા સંગણિરયણ (સંગ્રહણિરત્ન)
આ કૃતિનું પ્રાકૃત નામ તેના છેલ્લા પદ્યમાં આવે છે. તેના રચનાર શ્રીચન્દ્રસૂરિ છે. તેમાં જૈન મહારાષ્ટ્રીમાં રચાયેલી ૨૭૩ આર્યા ગાથાઓ છે.
૧. ૨૭૩ ગાથાની આ કૃતિ દેવભદ્રસૂરિની ટીકા સાથે દેવચન્દ લાલભાઈ પુસ્તકોદ્ધાર સંસ્થાએ
સન્ ૧૯૧૫માં પ્રકાશિત કરી છે. તેની ગાથાસંખ્યા ઉત્તરોત્તર વધતી રહી છે. ૩૪૯ ગાથાવાળી મૂળકૃતિ સંસ્કૃત છાયા અને મુનિ યશોવિજયજીકૃત ગુજરાતી શબ્દાર્થ, ગાથાર્થ અને વિશેષાર્થ સાથે “મુક્તિ-કમલ-જૈન-મોહનમાલા'ના ૪૭મા પુષ્પ રૂપે સન્ ૧૯૩૯માં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org