________________
આગમસાર અને દ્રવ્યાનુયોગ
૧૭૧
૧. ખંડ, ૨. યોજન, ૩. ક્ષેત્ર, ૪. પર્વત, ૫. ફૂટ (શિખર), ૬. તીર્થ, ૭. શ્રેણિ, ૮. વિજય, ૯. દ્રહ અને ૧૦. નદી.
ટીકાઓ આ કૃતિ ઉપર ત્રણ વૃત્તિઓ મળે છે. તે ત્રણમાંથી બે અજ્ઞાતકર્તૃક છે. ત્રીજી વૃત્તિ કૃષ્ણગચ્છના પ્રભાનન્દસૂરિએ વિ.સં.૧૩૯૦માં લખી છે. તેના પ્રારંભમાં પ્રસ્તુત કૃતિનો ક્ષેત્રસંગ્રહણી નામથી અને અંતે પ્રશસ્તિમાં ક્ષેત્રાદિસંગ્રહણી નામથી નિર્દેશ છે.
—
સંગહણી (સંગ્રહણી અથવા બૃહત્સંગ્રહણી)
તેના કર્તા વિશેષાવશ્યકભાષ્ય, સમયક્ષેત્રસમાસ વગેરે મનનીય કૃતિઓના પ્રણેતા જિનભદ્રગણી ક્ષમાશ્રમણ છે.
કર્તાએ પોતે પહેલી ગાથામાં પ્રસ્તુત ગ્રંથનું નામ ‘સંગહણી’1 જણાવ્યું છે, પરંતુ તેના પછી રચાયેલી અન્ય સંગ્રહણીઓથી તેનો ભેદ દર્શાવવા માટે તેને ‘બૃહત્સંગ્રહણી’ કહેવામાં આવે છે.
જૈન મહારાષ્ટ્રીમાં રચાયેલી આ સંગ્રહણીમાં ઉપર ઉપરથી જોતાં ૩૬૭ ગાથા હોવાનું જણાય છે, પરંતુ ગાથા ૭૩ અને ૭૫ ઉપરની વિવૃત્તિમાં મલગિરિએ કરેલા ઉલ્લેખથી જ્ઞાત થાય છે કે ૭૩થી ૭૯ સુધીની સાત ગાથા પ્રક્ષિપ્ત છે. આ ઉપરાંત ૯, ૧૦, ૧૫, ૧૬, ૬૮, ૬૯ અને ૭૨ આ સાત ગાથાઓને મલયિગિર અન્યકર્તૃક કહે છે. આ સાતમાંથી અંતિમ ત્રણ ગાથા અર્થાત્ ૬૮, ૬૯, ૭૨ સૂરપણત્તિની છે. આ હિસાબે સંગ્રહણીમાં ૩૫૩ ગાથા જિનભદ્રની છે. કેટલાકના મતે મૂલ ગાથાઓ લગભગ ૨૭૫ હતી પરંતુ વખત જતાં કોઈએ ને કોઈએ તેમાં અન્યાન્ય ગાથાઓ દાખલ કરી દેતાં લગભગ વધીને ૫૦૦ જેટલી થઈ ગઈ.
-
વિષય – પ્રસ્તુત કૃતિમાં નીચે જણાવેલા વિષયોને સ્થાન આપવામાં આવ્યું છે એમ તેની ગાથા ૨-૩માં કહ્યું છે :
૧. આ ‘બૃહત્સંગ્રહણી' નામથી મલયગિરિસૂરિકૃત વિવૃત્તિ સાથે ભાવનગરથી વિ.સં.૧૯૭૨માં પ્રકાશિત થઈ છે. જૈનધર્મ પ્રસારક સભાએ વિ.સં.૧૯૯૧માં ‘શ્રીબૃહત્સંગ્રહણી’ નામથી જે પુસ્તક પ્રકાશિત કર્યું છે તેમાં મૂળ તથા મલયગિરિની ટીકાનો ગુજરાતી અનુવાદ છે. અનુવાદક છે કુંવરજી આનન્દજી. અનુવાદમાં ૨૩ અને અંતે શ્રી જેઠાભાઈ હરિભાઈ શાસ્ત્રીએ તૈયાર કરેલાં ૪૧ યંત્રો આપવામાં આવ્યાં છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org