________________
આગમસાર અને દ્રવ્યાનુયોગ
૧૭૩ શ્રીચન્દ્રસૂરિ “માલધારી' હેમચન્દ્રના લઘુ શિષ્ય હતા. તેમણે વિ.સં.૧૧૯૩માં મુણિસુન્વયચરિય (મુનિસુવ્રતચરિત) લખ્યું. તે ઉપરાંત ખેત્તસમાસ (‘મિ વીથી શરૂ થનાર) પણ લખ્યો છે. તે એક વખત લાટ દેશના કોઈ રાજાના, સંભવતઃ સિદ્ધરાજ જયસિંહના, મંત્રી (મુદ્રાધિકારી) હતા. તેમણે પ્રસ્તુત કૃતિમાં ઉપર્યુક્ત સંગ્રહણીગત નવ અધિકારોને સ્થાન આપ્યું છે. આ અધિકારોનાં નામ પહેલી બે ગાથામાં આપવામાં આવ્યાં છે. જો કે આ કૃતિમાં સંગ્રહણીના જેટલી જ ગાથાઓ છે તેમ છતાં તેમાં અર્થનું આધિક્ય છે એમ કહેવામાં આવે છે. કેટલાય દસકાઓથી સંગહણીરાયણનો જ અધ્યયન માટે ઉપયોગ કરાઈ રહ્યો છે.
ટીકાઓ – શ્રીચન્દ્રસૂરિના જ શિષ્ય દેવભદ્રસૂરિએ તેના ઉપર સંસ્કૃતમાં એક ટીકા લખી છે. તેમણે પોતાની ટીકામાં સૂરપણ્યત્તિની નિર્યુક્તિમાંથી ઉદ્ધરણો દીધાં છે તથા અનુયોગદ્વારની ચૂર્ણિ અને તેની હારિભદ્રીય ટીકાનો ઉલ્લેખ કર્યો
છે.
તે ઉપરાંત તેના ઉપર એક અજ્ઞાતકર્તક ટીકા તથા ધર્મનન્દનગણી અને ચારિત્રમુનિએ રચેલી એક એક અવચૂરિ પણ છે, દયાસિંહગણીએ વિ.સં. ૧૪૯૭માં અને શિવનિધાનગણીએ વિ.સં.૧૬૮૦માં તેના ઉપર એક એક બાલાવબોધ પણ લખ્યો છે. વિચારછત્તીસિયાસુત્ત (વિચારષત્રિશિકા સૂત્ર)
આને દણ્ડકપ્રકરણ અથવા લધુસંગ્રહણી પણ કહે છે. તેની રચના
પ્રકાશિત થઈ છે. તેમાં ૬૫ ચિત્ર અને ૧૨૪ યંત્ર આપવામાં આવ્યાં છે. અંતે મૂલ કૃતિ ગુજરાતી અર્થ સાથે આપવામાં આવી છે. આ પ્રકાશનનું નામ “ગૈલોક્યદીપિકા' કે ‘શ્રીબૃહત્સંગ્રહણીસૂત્રમ્' આપવામાં આવ્યું છે. તેની સાથે સમ્બદ્ધ પાંચ પરિશિષ્ટ આ
માલાના પરમા પુષ્પના રૂપમાં વિ.સં. ૨૦૦૮માં એક અલગ પુસ્તિકારૂપે છપાયાં છે. ૧. પ્રત્યાખ્યાનકલ્યાકલ્પવિચાર એટલે કે લઘુપ્રવચનસારોદ્વાર પ્રકરણ પણ તેમની કૃતિ છે. ૨. ગ્રન્થપ્રકાશક સભા તરફથી ગુજરાતી શબ્દાર્થ અને વિસ્તારાર્થ અને યંત્ર વગેરે સાથે
દણ્ડકપ્રકરણ' નામે સન્ ૧૯૨૫માં આ પ્રકાશિત થયેલ છે. તેના ઉત્તર ભાગમાં સ્વપજ્ઞા અવચૂર્ણિ તથા રૂપચન્દ્રની સંસ્કૃત વૃત્તિ સાથે મૂલ કૃતિ આપવામાં આવી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org