________________
અન્ય કર્મસાહિત્ય
૧૩૭
સ્વરૂપ, આહારક-અનાહારકનું અંતર, સમુદ્રઘાતના ભેદો, આહારક અને અનાહારકનું કાલપ્રમાણ, આહારમાર્ગણામાં જીવસંખ્યા. :
ઉપયોગ પ્રકરણમાં ઉપયોગનું લક્ષણ જણાવતાં સાકાર અને અનાકાર ઉપયોગનું વિવેચન કરવામાં આવ્યું છે. અંતિમ ગાથામાં આચાર્યે ગોમટરાયને આશીર્વાદ આપ્યા છે : ___अज्जज्जसेणगुणगणसमूहसंधारिअजियसेणगुरू ।
भुवणगुरू जस्स गुरू सो राओ गोम्मटो जयतु ॥ ७३३ ॥ કર્મકાર્ડ – ગમ્મસારના બીજા ભાગ કર્મકાંડમાં કર્મ સંબંધી નીચે જણાવેલા નવ પ્રકરણો છે : ૧. પ્રકૃતિસમુત્કીર્તન, ૨. બંધોદયસત્ત્વ, ૩. સત્ત્વસ્થાનભંગ, ૪. ત્રિચૂલિકા, ૫. સ્થાનસમુત્કીર્તન, ૬. પ્રત્યય, ૭. ભાવચૂલિકા, ૮. ત્રિકરણચૂલિકા, ૯. કર્મસ્થિતિરચના.
સૌપ્રથમ આચાર્ય તીર્થંકર નેમિને નમસ્કાર કર્યા છે તથા પ્રકૃતિસમુત્કીર્તન પ્રકરણનું કથન કરવાનો સંકલ્પ પ્રકટ કર્યો છે :
पणमिय सिरसा णेमि गुणरयणविभूषणं महावीरं ।
सम्मत्तरयणणिलयं पयडिसमुक्कित्तणं वोच्छं ॥ १ ॥ પ્રકૃતિસમુત્કીર્તન પ્રકરણમાં નીચે જણાવેલા વિષયો છે : કર્મપ્રકૃતિનું સ્વરૂપ, કર્મ-નોકર્સને ગ્રહણ કરવાનું કારણ, કર્મ-નોકર્મના પરમાણુઓની સંખ્યા, કર્મના ભેદો, ઘાતિ-અઘાતિકર્મ, બન્ધયોગ્ય પ્રકૃતિઓ, ઉદયપ્રકૃતિઓ, સત્ત્વપ્રકૃતિઓ, ઘાતી કર્મોના ભેદો, અઘાતી કર્મોના ભેદો, કષાયોનું કાર્ય, પુદ્ગલવિપાકી પ્રકૃતિઓ, ભવવિપાકી-ક્ષેત્રવિપાકી-જીવવિપાકી પ્રકૃતિઓ, નામ આદિ ચાર નિક્ષેપો દ્વારા કર્મના ભેદો. | બંધોદયસત્વ પ્રકરણના પ્રારંભમાં ફરી તીર્થંકર નેમિને નમસ્કાર કરવામાં આવ્યા છે. આ પ્રકરણમાં નીચે જણાવેલા વિષયોનું પ્રતિપાદન થયું છે : કર્મની બંધાવસ્થાના ભેદો, પ્રકૃતિબંધ અને ગુણસ્થાન, તીર્થંકર પ્રકૃતિનો બંધ, પ્રકૃતિઓની બંધબુચ્છિત્તિ, સ્થિતિબંધનું સ્વરૂપ, સ્થિતિના ઉત્કૃષ્ટ વગેરે ભેદો, સ્થિતિની અબાધા, ઉદીરણાની અબાધા, કર્મોનો નિષેક, અનુભાગબંધનું સ્વરૂપ, અનુભાગના ઉત્કૃષ્ટ વગેરે ભેદોના સ્વામી, પ્રવેશબંધનું સ્વરૂપ, કર્મપ્રદેશોનું મૂલપ્રકૃતિઓમાં વિભાજન, કર્મપ્રદેશોનું ઉત્તરપ્રવૃતિઓમાં વિભાજન, પ્રદેશબંધના ઉત્કૃષ્ટ વગેરે ભેદો, યોગસ્થાનોનાં સ્વરૂપ-સંખ્યાબેદ-સ્વામી, કર્મોનાં ઉદય અને ઉદયવ્યચ્છિત્તિ, ઉદય-અનુદય પ્રકૃતિઓની સંખ્યા, ઉદય પ્રકૃતિઓની ઉદીરણાથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org