________________
૧૩૬
કર્મસાહિત્ય અને આગમિક પ્રકરણ
લક્ષણ, કાયના ભેદો, કાયનું પ્રમાણ, સ્થાવર અને ત્રસકાયિકોના આકાર, કાયનું કાર્ય, કાયરહિત જીવોનું અર્થાત્ સિદ્ધોનું સ્વરૂપ, પૃથ્વીકાયિક વગેરેની સંખ્યા. યોગમાર્ગણામાં નીચેના વિષયોનું વ્યાખ્યાન કરવામાં આવ્યું છે : યોગનું સામાન્ય અને વિશેષ લક્ષણ, દસ પ્રકારના સત્યો, ચાર પ્રકારના મનોયોગો, ચાર પ્રકારના વચનયોગો, સાત પ્રકારના કાયયોગો, સયોગી કેવલીનો મનોયોગ, અયોગી જિન, શરીરમાં કર્મ-નોકર્મનો વિભાગ, કર્મ-નોકર્મનો ઉત્કૃષ્ટ સંચય, પાંચ પ્રકારના શરીરોની ઉત્કૃષ્ટ સ્થિતિ, યોગમાર્ગણામાં જીવોની સંખ્યા. વેદમાર્ગણામાં ત્રણ વેદોનું સ્વરૂપ જણાવ્યું છે તથા વેદની અપેક્ષાએ જીવોની સંખ્યાનો વિચાર કરવામાં આવ્યો છે. કષાયમાર્ગણામાં કષાયનું નિરુક્તિસિદ્ધ લક્ષણ જણાવતાં ક્રોધ વગેરે ચાર કષાયોનું સ્વરૂપ સમજાવવામાં આવ્યું છે અને કષાયની અપેક્ષાએ જીવસંખ્યાનો વિચાર કરવામાં આવ્યો છે. જ્ઞાનમાર્ગણામાં નીચે જણાવેલા વિષયોનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે : જ્ઞાનનું લક્ષણ, પાંચ જ્ઞાનોનો ક્ષાયોપશમિક અને ક્ષાયિક વિભાગ, મિથ્યાજ્ઞાનનું કારણ, મિશ્રજ્ઞાનનું કારણ, ત્રણ મિથ્યાજ્ઞાનોનું સ્વરૂપ, મતિજ્ઞાનનું સ્વરૂપ, શ્રુતજ્ઞાનનું લક્ષણ, શ્રુતજ્ઞાનના ભેદો, અવધિજ્ઞાનનું સ્વરૂપ, અવધિનું દ્રવ્ય આદિ ચતુષ્ટયની અપેક્ષાએ વર્ણન, મન:પર્યાયજ્ઞાનનું સ્વરૂપ અને ભેદો, કેવળજ્ઞાનનું સ્વરૂપ, જ્ઞાનમાર્ગણામાં જીવસંખ્યા. સંયમમાર્ગણામાં નીચે જણાવેલા વિષયો છે ઃ સંયમનું સ્વરૂપ, સંયમના પાંચ ભેદો, સંયમની ઉત્પત્તિ, સામાયિક સંયમ, છેદોપસ્થાપના સંયમ, પરિહારવિશુદ્ધિ સંયમ, સૂક્ષ્મસાંપરાય સંયમ, યથાખ્યાત સંયમ, દેશવિરત, અસંયત, સંયમની અપેક્ષાએ જીવસંખ્યા. દર્શનમાર્ગણામાં દર્શનનું લક્ષણ જણાવતાં ચક્ષુર્દર્દશન વગેરેનું સ્વરૂપ સમજાવ્યું છે અને દર્શનની અપેક્ષાએ જીવસંખ્યાનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે. લેશ્યામાર્ગણામાં નીચેની ૧૬ દૃષ્ટિએ લેશ્યાઓનો વિચાર કરવામાં આવ્યો છે ૧. નિર્દેશ, ૨. વર્ણ, ૩. પરિણામ, ૪. સંક્રમ, ૫. કર્મ, ૬. લક્ષણ, ૭. ગતિ, ૮. સ્વામી, ૯. સાધન, ૧૦. સંખ્યા, ૧૧. ક્ષેત્ર, ૧૨. સ્પર્શ, ૧૩. કાલ, ૧૪. અત્તર, ૧૫. ભાવ, ૧૬. અલ્પબહુત્વ. ભવ્યમાર્ગણામાં ભવ્ય, અભવ્ય અને ભવ્યત્વાભવ્યત્વરહિત જીવોનું સ્વરૂપ જણાવતાં તત્સંબંધી જીવસંખ્યાનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે. સમ્યક્ત્વમાર્ગણામાં સમ્યક્ત્વનું લક્ષણ જણાવતાં નીચેના વિષયોનું નિરૂપણ કરવામાં આવ્યું છે : ષદ્રવ્ય, પંચાસ્તિકાય, નવ પદાર્થ, ક્ષાયિક સમ્યક્ત્વ, વેદક સમ્યક્ત્વ, ઔપશમિક સમ્યક્ત્વ, પાંચ લબ્ધિઓ, સમ્યક્ત્વગ્રહણને યોગ્ય જીવ, સમ્યક્ત્વમાર્ગણામાં જીવસંખ્યા. સંશિમાર્ગણામાં સંશી-અસંજ્ઞીનું સ્વરૂપ જણાવતાં તગત જીવસંખ્યાનો વિચાર કરવામાં આવ્યો છે. આહારમાર્ગણામાં નીચેના વિષયોનું નિરૂપણ છે ; આહારનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org