________________
૧૩૫
અન્ય કર્મસાહિત્ય
બીજી ગાથામાં જીવકાંડના ગુણસ્થાન વગેરે વીસ અધિકારી (પ્રરૂપણાઓપ્રકરણો)નો નામોલ્લેખ છે :
गुणजीवा पज्जत्ती पाणा सण्णा य मग्गणाओ य ।
उवओगो वि य कमसो वीसं तु परूवणा भणिदा ॥ २ ॥ ત્યાર પછી આચાર્યે જણાવ્યું છે કે અભેદની વિવક્ષાએ ગુણસ્થાન અને માર્ગણા એ બે જ પ્રરૂપણાઓ છે પરંતુ ભેદની વિવક્ષાએ ઉપર જણાવેલ વીસ પ્રરૂપણાઓ છે. " ગુણસ્થાન પ્રકરણમાં ગુણસ્થાનનું લક્ષણ જણાવતાં ચૌદ ગુણસ્થાનોનું સ્વરૂપ સ્પષ્ટ કરવામાં આવ્યું છે અને સંક્ષેપમાં સિદ્ધોના સ્વરૂપને દર્શાવ્યું છે.
જીવસમાસ પ્રકરણમાં નીચે જણાવેલા વિષયોનો વિચાર છે : જીવસમાસનું લક્ષણ, જીવસમાસના ૧૪ ભેદ, જીવસમાસના પ૭ ભેદ, જીવસમાસનાં સ્થાન, યોનિ, અવગાહના અને કુલ એ ચાર અધિકાર.
પર્યાપ્તિ પ્રકરણમાં દૃષ્ટાંત દ્વારા પર્યાપ્ત અને અપર્યાપ્તનું સ્વરૂપ સમજાવવામાં આવ્યું છે તથા પર્યાતિના છ ભેદો ઉપર પ્રકાશ ફેંકવામાં આવ્યો છે.
પ્રાણ પ્રકરણમાં પ્રાણનાં લક્ષણો, પ્રાણના ભેદો, પ્રાણોની ઉત્પત્તિ અને પ્રાણોના સ્વામીનો વિચાર કરવામાં આવ્યો છે.
સંજ્ઞા પ્રકરણમાં સંજ્ઞાનાં સ્વરૂપ, સંજ્ઞાના ભેદો અને સંજ્ઞાઓના સ્વામીની વિચારણા છે.
માર્ગણા પ્રકરણમાં નીચે જણાવેલી ૧૪ માર્ગણાઓનું વિવેચન કરવામાં આવ્યું છેઃ ૧. ગતિમાર્ગણા, ૨. ઈન્દ્રિયમાર્ગણા, ૩. કાયમાર્ગણા, ૪. યોગમાર્ગણા, ૫. વેદમાર્ગણા, ૬. કષાયમાર્ગણા, ૭. જ્ઞાનમાર્ગણા, ૮. સંયમમાર્ગણા, ૯. દર્શનમાર્ગણા, ૧૦. લેશ્યામાર્ગણા, ૧૧. ભવ્યમાર્ગણા, ૧૨. સમ્યક્તમાર્ગણા, ૧૩. સંજ્ઞિમાર્ગણા, ૧૪. આહારમાર્ગણા. ગતિમાર્ગણામાં નીચેના વિષયો છે : ગતિ શબ્દની નિયુક્તિ, ગતિના નારક આદિ ચાર ભેદ, સિદ્ધગતિનું સ્વરૂપ, ગતિમાર્ગણામાં જીવસંખ્યા. ઈન્દ્રિયમાર્ગણામાં નીચેની બાબતોનો વિચાર છે : ઈન્દ્રિયનો નિરુક્તિસિદ્ધ અર્થ, ઈન્દ્રિયના દ્રવ્ય અને ભાવ બે ભેદ, ઈન્દ્રિયની અપેક્ષાએ જીવોના ભેદ, ઈન્દ્રિયોનું વિષયક્ષેત્ર, ઈન્દ્રિયોનો આકાર, ઈન્દ્રિયગત આત્મપ્રદેશોનું અવગાહનપ્રમાણ, અતીન્દ્રિય જ્ઞાનીઓનું સ્વરૂપ, એકેન્દ્રિય વગેરે જીવોની સંખ્યા. કાયમાર્ગણામાં નીચે જણાવેલા વિષયોનો સમાવેશ છે : કાયનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org