________________
૧૩૪
કર્મસાહિત્ય અને આગમિક પ્રકરણ પણ કહેવાતા હતા કારણ કે તેમણે શ્રવણબેલગુલની પ્રખ્યાત બાહુબલી ગોમ્યુટેશ્વરની પ્રતિમાની પ્રતિષ્ઠા કરી હતી. નેમિચન્દ્ર સિદ્ધાન્તશાસ્ત્રના વિશિષ્ટ વિદ્વાન હતા – પ્રકાંડ પંડિત હતા – તેથી તે સિદ્ધાન્તચક્રવર્તી કહેવાતા હતા. ગોમ્મદસાર ઉપરાંત નીચે જણાવેલી કૃતિઓ પણ નેમિચન્દ્રની છે : લબ્ધિસાર, ક્ષપણાસાર (લબ્ધિસારાન્તર્ગત), ત્રિલોકસાર અને દ્રવ્યસંગ્રહ. આ બધા ગ્રન્થો ધવલા વગેરે મહાસિદ્ધાન્તગ્રન્થોને આધારે રચાયા છે.
ગોમ્મદસારની રચના જેમનું બીજું નામ ગોખ્ખટરાય હતું તે ચામુંડરાયના પ્રશ્નો અનુસાર સિદ્ધાન્તગ્રન્થોના સારના રૂપમાં થઈ છે. તેથી આ ગ્રન્થનું નામ ગોમ્મસાર રાખવામાં આવ્યું છે. આ ગ્રંથનું બીજું એક નામ પંચસંગ્રહ પણ છે કારણ કે તેમાં બંધ, બધ્યમાન, બંધસ્વામી, બંધહેતુ અને બંધભેદ આ પાંચ વિષયોનું વર્ણન છે. તેને ગોમ્મટસંગ્રહ કે ગોમ્મટસંગ્રહસૂત્ર પણ કહેવામાં આવે છે. પ્રથમ સિદ્ધાન્તગ્રન્થ કે પ્રથમ શ્રુતસ્કન્ધના રૂપે પણ તેની પ્રસિદ્ધિ છે.'
ગોમ્મસારમાં ૧૭૦૫ ગાથા છે. આ ગ્રન્ય બે ભાગોમાં વિભક્ત છે : જીવકાર્ડ અને કર્મકાર્ડ. જીવકાંડમાં ૭૩૩ અને કર્મકાંડમાં ૯૭૨ ગાથા છે.
જીવકાર્ડ – ગોમ્સટરસારના પ્રથમ ભાગ જીવકાંડમાં મહાકર્મકાભૂતના સિદ્ધાન્તસંબંધી જીવસ્થાન, ક્ષુદ્રબંધ, બંધસ્વામી, વેદનાખંડ અને વર્ગણાખંડ એ પાંચ વિષયોનું વિવેચન છે. તેમાં ગુણસ્થાન, જીવસમાસ, પર્યાપ્તિ, પ્રાણ, સંજ્ઞા, ૧૪ માર્ગણાઓ અને ઉપયોગ એ વીસ અધિકારોમાં જીવની વિવિધ અવસ્થાઓનું વર્ણન કરવામાં આવ્યું છે.
પ્રારંભમાં નીચે લખેલી મંગલગાથા છે. તેમાં તીર્થંકર નેમિને નમસ્કાર કરીને જીવની પ્રરૂપણા કરવાનો સંકલ્પ પ્રગટ કર્યો છે :
सिद्धं सुद्धं पणमिय जिणिदवरणेमिचंदमकलंकं । गुणरयणभूसणुदयं जीवस्स परूवणं वोच्छं ॥ १ ॥
૧. જુઓ ૫. ખૂબચન્દ્ર જૈન દ્વારા સંપાદિત ગોમ્મસાર (જીવકાર્ડ) પ્રસ્તાવના, પૃ. ૩-૪
(પરમશ્રુત પ્રભાવક મંડલ, મુંબઈ, સન્ ૧૯૨૭) એસ.સી.ઘોસાલ દ્વારા સંપાદિત દ્રવ્યસંગ્રહ, પ્રસ્તાવના (અંગ્રેજી), પૃ. ૩૯-૪૦ (સેંટ્રલ જૈન પબ્લિશિંગ હાઉસ, આરા, સન્ ૧૯૧૭); ડો. જગદીશચન્દ્ર જૈન, પ્રાકૃત સાહિત્ય કા ઈતિહાસ, પૃ. ૩૧૨-૩૧૩, (ચૌખમ્બા વિદ્યાભવન, વારાણસી, સન્ ૧૯૬૧)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org