SearchBrowseAboutContactDonate
Page Preview
Page 169
Loading...
Download File
Download File
Page Text
________________ અન્ય કર્મસાહિત્ય ૧૩૩ ભાવપ્રકરણ વિજયવિમલગણિએ વિ.સં. ૧૯૨૩માં ૧ભાવપ્રકરણની રચના કરી. તેમાં ત્રીસ ગાથાઓ છે. આ ગાથાઓમાં પથમિક વગેરે ભાવોનું વર્ણન છે. તેના ઉપર ૩૨૫ શ્લોકપ્રમાણ સ્વોપજ્ઞ વૃત્તિ છે. બંધહેતૃદયત્રિભંગી હર્ષકુલગણિકૃત બંધહેતૃદયત્રિભંગીમાં ૬૫ ગાથા છે. તે વિક્રમની ૧૬મી સદીની રચના છે. તેના ઉપર વાનરર્ષિએ વિ.સં.૧૬૦૨માં ટીકા લખી છે. આ ટીકા ૧૧૫૦ શ્લોકપ્રમાણ છે. બંધોદયસત્તાપ્રકરણ વિજયવિમલગણિએ વિક્રમની ૧૭મી સદીના પ્રારંભમાં બંધોદયસત્તાપ્રકરણની રચના કરી. તેમાં ૨૪ ગાથા છે. તેના ઉપર ૩૦૦ શ્લોકપ્રમાણ સ્વોપજ્ઞ અવચૂરિ નેમિચન્દ્રકૃત ગમ્મતસાર દિગમ્બરીય કર્મસાહિત્યમાં મહાકર્મપ્રકૃતિપ્રાકૃત અને કષાયપ્રાભૃત પછી ગોમ્મસારનું સ્થાન છે. તેના કર્તા નેમિચન્દ્ર સિદ્ધાન્તચક્રવર્તી વિક્રમની ૧૧મી સદીમાં વિદ્યમાન હતા. તે ચામુંડરાયના સમકાલીન હતા. ચામુંડરાય ગોમટરાય ૧. સ્વપજ્ઞ વૃત્તિ સહિત – જૈન આત્માનન્દ સભા, ભાવનગર, વિ.સં.૧૯૬૮ ૨. ટીકા સહિત – જૈન આત્માનન્દ સભા, ભાવનગર, વિ.સં. ૧૯૭૪ ૩. અવચૂરિ સહિત – જૈન આત્માનન્દ સભા, ભાવનગર, વિ.સં. ૧૯૭૪ ૪. (અ) પ્રથમ કાષ્ઠ ઉપર અભયચન્દ્રકૃત ટીકા અને દ્વિતીય કાષ્ઠ ઉપર કેશવવર્ગીકૃત ટીકા સાથે – હરિભાઈ દેવકરણ ગ્રન્થમાલા, કલકત્તા, સન્ ૧૯૨૧ (આ) અંગ્રેજી અનુવાદ વગેરે સાથે – અજિતાશ્રમ, લખનૌ, સન્ ૧૯૨૭-૧૯૩૭ (ઇ) હિન્દી અનુવાદ વગેરે સાથે – પરમશ્રુત પ્રભાવક મંડલ, મુંબઈ, સન્ ૧૯૨૭ - ૧૯૨૮ (ઈ) ટોડરમલ્લકૃત હિન્દી ટીકા સાથે – ભારતીય જૈન સિદ્ધાન્ત પ્રકાશની સંસ્થા, કલકત્તા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001314
Book TitleKarma Sahitya ane Agamik Prakarano Jain History Series 4
Original Sutra AuthorN/A
AuthorMohanlal Mehta, Hiralal R Kapadia
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2004
Total Pages436
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Karma
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy