________________
શ્રી વાસુપૂજ્ય-સ્વામિને નમઃ
આ અમારું માટુંગા
શ્રી વાસુપૂજ્ય-સ્વામિ જિનાલય અર્ધશતાબ્દી-સુવર્ણજયંતી વર્ષ (વિ. સં. ૨૦૧૧-૨૦૬૦)
બૃહદ્-મુંબઈના મધ્યકેન્દ્ર સમા માટુંગા કીંગસર્કલમાં આજથી ૫૦ વર્ષ પહેલાં જૈનોના ખૂબ જ ઓછાં ઘર હતાં. છતાંય જ્યાં એક પણ જિનશાસન સમર્પિત શ્રાવકનું ઘર હોય ત્યાં પ્રભુભક્તિ માટે એકાદ જિનાલય તો હોય ને હોય જ.
આવી જ કંઈ ભાવનાથી તે વખતના શ્રીસંઘે મેઈનરોડ ઉપર જગ્યા લઈ ભવ્ય જિનાલયનું નિર્માણ કર્યું. તે જિનાલયમાં મૂળનાયકજી પ્રકટપ્રભાવી શ્રી વાસુપૂજ્ય સ્વામિજી આદિ જિનબિંબોની પૂજ્યપાદ શાસનસમ્રા આચાર્યદેવ શ્રીમદ્ વિજય નેમિસૂરીશ્વરજી મહારાજના પટ્ટધર વાત્સલ્યવારિધિ પ.પૂ. આચાર્ય શ્રી વિજય વિજ્ઞાનસૂરીશ્વરજી મહારાજ, તેમના પટ્ટધર ધર્મરાજા પ. પૂ. આચાર્ય શ્રી વિજય કસ્તૂરસૂરીશ્વરજી મહારાજ, ૫. યશોભદ્રવિજયજી ગણી (હાલ શ્રી યશોભદ્રસૂરિજી) પૂ. મુનિરાજ શ્રી ચંદ્રોદયવિજયજી મહારાજ (હાલ પ. પૂ. આ. શ્રી ચંદ્રોદયસૂરીશ્વરજી મ.) પૂ. મુનિરાજ શ્રી અશોકચંદ્રવિજયજી (હાલ પ.પૂ. આ. શ્રી વિજય અશોકચંદ્રસૂરીશ્વરજી મ.)આદિની પાવન નિશ્રામાં પાંચે કલ્યાણકની ઉજવણીપૂર્વક અંજનશલાકા કરાવી વિ. સં. ૨૦૧૧ના જેઠ વદપના શુભમૂહર્ત સૂરિમંત્રાભિમંત્રિત વાસક્ષેપપૂર્વક, પ્રતિષ્ઠા કરવામાં આવી.
જ્યારથી શ્રી વાસુપૂજ્ય સ્વામિ ભગવંતની પ્રતિષ્ઠા થઈ ત્યારથી શ્રી માટુંગા જૈન સંઘ દિન-પ્રતિદિન અભિવૃદ્ધિ પામી રહ્યો છે. શ્રી સંધના દરેક કાર્ય ધાર્યા કરતાં સવાયા થાય છે.
શ્રી સંઘની અધ્યાત્મિક ધાર્મિક પ્રવૃત્તિઓ – શ્રી જીવણ અબજી જૈન જ્ઞાનમંદિર – શ્રી સાધ્વીજીનો ઉપાશ્રય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org