SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ કષાયપ્રાભૃત ૮૯ કષાયપ્રાભૂતના પ્રણેતા કષાયમામૃતના કર્તા આચાર્ય ગુણધર છે. તેમણે ગાથાસૂત્રોમાં પ્રસ્તુત ગ્રંથને રચ્યો છે. જયધવલાકારે પોતાની ટીકાના પ્રારંભમાં સ્પષ્ટ લખ્યું છે : जेणिह कसायपाहुडमणेयणयमुज्जलं अणंतत्थं । गाहाहि विवरियं तं गुणहरभडारयं वंदे ॥ ६ ॥ અર્થ : જેમણે આ ક્ષેત્રમાં અનેક નયોથી યુક્ત, ઉજ્જવલ અને અનન્ત અર્થોથી વ્યાપ્ત કષાયપ્રાભૂતનું ગાથાઓ દ્વારા વ્યાખ્યાન કર્યું તે ગુણધર ભટ્ટારકને હું નમસ્કાર કરું છું. આચાર્ય ગુણધરે આ કષાયપ્રાભૃત ગ્રન્થની રચના કેમ કરી ? આનું સમાધાન કરતાં જયધવલા ટીકામાં આચાર્ય વીરસેને બતાવ્યું છે કે જ્ઞાનપ્રવાદ (પાંચમા) પૂર્વની નિર્દોષ દસમી વસ્તુના ત્રીજા કયાયપ્રાભૃતરૂપી સમુદ્રના જલસમુદાયથી પ્રક્ષાલિત મતિજ્ઞાનરૂપી લોચનસમૂહ વડે જેમણે ત્રણે લોકોને પ્રત્યક્ષ જાણી લીધા છે અને જે ત્રિભુવનના પાલક છે તે ગુણધર ભટ્ટારકે તીર્થવ્યુચ્છેદના ભયથી કષાયપ્રાભૃતના અર્થથી યુક્ત ગાથાઓનો ઉપદેશ આપ્યો છે. કષાયપ્રાભૂતના કર્તા આચાર્ય ગુણધરના સમયનો ઉલ્લેખ કરતાં જયધવલાકારે લખ્યું છે કે ભગવાન મહાવીરના નિર્વાણ પછી ૬૮૩ વર્ષ વીતી ગયા પછી અંગો અને પૂર્વોનો એકદેશ ગુણધરાચાર્યને આચાર્યપરંપરાથી પ્રાપ્ત થયો. તેમણે પ્રવચન વાત્સલ્યને વશ થઈ ગ્રન્થવિચ્છેદના ભયથી ૧૬,000 પદપ્રમાણ પેજજદોસપાહુડનો ૧૮૦ ગાથાઓમાં ઉપસંહાર કર્યો છે મહાકર્મપ્રકૃતિપ્રાભૃત અર્થાત પખંડાગમના પ્રણેતા આચાર્ય પુષ્પદન્ત અને ભૂતબલિના સમયનો ઉલ્લેખ પણ ધવલામાં આ રૂપમાં છે. આ ઉલ્લેખોને જોતાં એવું લાગે છે કે કષાયપ્રાભૂતકાર અને મહાકર્મપ્રકૃતિપ્રાભૃતકાર સંભવતઃ સમકાલીન હશે. ધવલા અને જયધવલાના અધ્યયનથી એવી પ્રતીતિ નથી થતી કે અમુક પ્રાભૃતની રચના અમુક પ્રાભૃત પહેલાંની છે કે બાદની છે. અન્ય કોઈ પ્રાચીન ગ્રન્થમાં પણ આ બાબતે કોઈ ઉલ્લેખ મળતો નથી. ૧. કસાયપાહુડ, ભાગ ૧, પૃ. ૪-૫ ૨. એજન, પૃ. ૮૫-૮૭ ૩. પખંડાગમ, પુસ્તક ૧, પૃ. દ૬-૭૧; પુસ્તક ૯, પૃ. ૧૩૦-૧૩૩. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001314
Book TitleKarma Sahitya ane Agamik Prakarano Jain History Series 4
Original Sutra AuthorN/A
AuthorMohanlal Mehta, Hiralal R Kapadia
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2004
Total Pages436
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Karma
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy