________________
કર્મપ્રાભૃતની વ્યાખ્યાઓ
૮૫ નથી તથા વૈશ્ય અને બ્રાહ્મણ સાધુઓમાં પણ ઉચ્ચ ગોત્રનો ઉદય દેખાય છે. સમ્પન્ન જનોથી થનારી જીવોત્પત્તિમાં પણ તેનો વ્યાપાર નથી કારણ કે તેમ માનતાં પ્લેચ્છરાજથી ઉત્પન્ન થનાર બાળકને પણ ઉચ્ચ ગોત્રના ઉદયની આપત્તિ આવશે. અણુવ્રતીઓથી થનાર જીવોત્પત્તિમાં પણ તેનો વ્યાપાર નથી કારણ કે એમ માનતાં ઔપપાદિક દેવોમાં ઉચ્ચ ગોત્રના ઉદયનો અભાવ થઈ જશે અને નાભિપુત્રને નીચ ગોત્રની પ્રાપ્તિ થશે. તેથી ઉચ્ચ ગોત્ર વ્યર્થ છે. પરિણામે તેમાં કર્મપણું પણ ઘટતું નથી. તેનો અભાવ થતાં નીચ ગોત્ર પણ નહિ રહે કારણ કે બંને પરસ્પર અવિનાભાવી છે. તેથી ગોત્રકર્મનો અભાવ છે."
આનું સમાધાન કરતાં ટીકાકાર કહે છે કે આમ માનવું યોગ્ય નથી, કારણ કે જિનવચન અસત્ય ન હોય. બીજું, કેવલજ્ઞાને જાણેલા બધા અર્થોમાં છદ્મસ્થનું જ્ઞાન પ્રવૃત્ત પણ નથી થતું. તેથી છદ્મસ્થોની સમજમાં ન આવવાને કારણે જિનવચન અપ્રમાણ બની જતું નથી. ગોત્ર કર્મ નિષ્ફલ (વ્યર્થ) નથી કારણ કે જેમનો દિક્ષાયોગ્ય સાધ્વાચાર છે, જેમણે સાધ્વાચારવાળાઓ સાથે સંબંધ બાંધ્યો છે તથા જેઓ “આર્ય' એવા જ્ઞાન અને વચનવ્યવહારનું નિમિત્ત છે તે પુરુષોની પરંપરાને ઉચ્ચ ગોત્ર કહેવામાં આવે છે. એમાં ઉત્પન્ન થવાના કારણભૂત કર્મને પણ ઉચ્ચ ગોત્ર કહે છે. એનાથી વિપરીત કર્મ નીચ ગોત્ર છે.
નિબન્ધનાદિ અનુયોગદ્વાર – કર્મપ્રકૃતિપ્રાભૃતના કૃતિ, વેદના વગેરે ચોવીસ અધિકારો અર્થાત્ અનુયોગદ્વારોમાંથી પ્રથમ છ અનુયોગદ્વારોની પ્રરૂપણા પખંડાગમમાં કરવામાં આવી છે. નિબન્ધન વગેરે બાકીનાં અઢાર અનુયોગદ્વારોનું વિવેચન જો કે મૂળ પખંડાગમમાં નથી તો પણ વર્ગણાખંડના અંતિમ સૂત્રને આંશિક સ્પર્શ કરતું માની ધવલાકાર વીરસેનાચાર્યે તેનું વિવેચન પોતાની ટીકોમાં કર્યું છે. ધવલાકારે લખ્યું છે : મૂર્તિમારા નેવેન્દ્ર સુત્ત રેસામાસિમાવેઇ તિહિદું તેને સુરેખ સૂરિસેસગટ્ટારસો દ્દારા શિવ સંવેગ પરૂવ સામો | અર્થ : ભૂતબલિ ભટ્ટારકે આ સૂત્ર દેશામર્શક રૂપમાં લખ્યું છે. તેથી આ સૂત્ર દ્વારા સૂચિત બાકીનાં અઢાર અનુયોગદ્વારોનું કંઈક સંક્ષેપમાં પ્રરૂપણ કરવામાં આવે છે.
૧. એજન, પૃ. ૩૮૭-૩૮૮ ૨. એજન, પૃ. ૩૮૯ ૩. પુસ્તક ૧૫, પૃ. ૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org