________________
૮૪
કર્મસાહિત્ય અને આગમિક પ્રકરણ
અનુભાગ – છ દ્રવ્યોની શક્તિનું નામ અનુભાગ છે. અનુભાગના છ પ્રકાર છે : જીવાનુભાગ, ૫ગલાનુભાગ, ધર્માસ્તિકાયાનુભાગ, અધર્માસ્તિકાયાનુભાગ, આકાશાસ્તિકાયાનુભાગ અને કાલદ્રવ્યાનુભાગ. અશેષ દ્રવ્યોનો અવગમ (જ્ઞાન) જીવાનુભાગ છે. વર, કુષ્ઠ, ક્ષય વગેરેનો વિનાશ તથા ઉત્પત્તિ પુદ્ગલાનુભાગ છે. અહીં પુદ્ગલાનુભાગથી યોનિપ્રાભૂતમાં જણાવેલી મંત્ર-તંત્રરૂપ શક્તિઓને સમજવી જોઈએ. જીવ અને પુદ્ગલના ગમનાગમનનું કારણ પણું ધર્માસ્તિકાયાનુભાગ છે. એમના અવસ્થાનનું કારણપણે અધર્માસ્તિકાયાનુભાગ છે. જીવ વગેરે દ્રવ્યોનું આધારપણું આકાશાસ્તિકાયાનુભાગ છે. અન્ય દ્રવ્યોના ક્રમિક અને અક્રમિક પરિણમનનું કારણપણું કાલદ્રવ્યાનુભાગ છે.'
'વિભંગદર્શન – ધવલાકારે દર્શનાવરણીય કર્મની પ્રકૃતિઓની ચર્ચા કરતાં એ શંકા કરી છે કે દર્શનના ભેદોમાં વિભંગદર્શન કેમ નથી ગણાવ્યું ? એનું સમાધાન કરતાં તેમણે કહ્યું છે કે વિભંગદર્શનનો સમાવેશ અવધિદર્શનમાં જ થઈ જાય છે, જેમ કે સિદ્ધિવિનિશ્ચયમાં કહ્યું છે કે : અવધવિખંયોરન્વધર્શનમેવ અર્થાત અવધિજ્ઞાન અને વિર્ભાગજ્ઞાનનું અવધિદર્શન જ થાય છે.
ગોત્ર – ઉચ્ચ અને નીચ ગોત્રનું જ્ઞાન જે કરાવે છે તેને ગોત્ર કહે છે. ગોત્ર કર્મની બે પ્રકૃતિઓ છે : ઉચ્ચ ગોત્ર અને નીચ ગોત્ર. ઉચ્ચ ગોત્રનો વ્યાપાર ક્યાં છે ? રાજ્યાદિરૂપ સંપત્તિની પ્રાપ્તિમાં તેનો વ્યાપાર નથી કારણ કે એની પ્રાપ્તિ સાતવેદનીય કર્મના નિમિત્તથી થાય છે. પાંચ મહાવ્રત ગ્રહણ કરવાની યોગ્યતા પણ ઉચ્ચ ગોત્ર દ્વારા આવતી નથી કારણ કે એમ માનતાં દેવો અને અભવ્યોમાં પાંચ મહાવ્રત ધારણ કરવાની યોગ્યતા હોવાને કારણે ઉચ્ચ ગોત્રના ઉદયના અભાવની આપત્તિ આવશે. સમ્યજ્ઞાનની ઉત્પત્તિમાં પણ તેનો વ્યાપાર નથી કારણ કે જ્ઞાનાવરણના ક્ષયોપશમ સાથે સહકૃત સમ્યગ્દર્શનથી સમ્યજ્ઞાનની ઉત્પત્તિ થાય છે. સમ્યજ્ઞાનની ઉત્પત્તિમાં તેનો વ્યાપાર માનતાં તિર્યંચો અને નારકીઓને પણ ઉચ્ચ ગોત્રનો ઉદય માનવો પડશે કારણ કે તેમનામાં સમ્યજ્ઞાન હોય છે. આદેતા, યશ અને સૌભાગ્યની પ્રાપ્તિમાં પણ ઉચ્ચ ગોત્રનો વ્યાપાર નથી કારણ કે તેમની ઉત્પત્તિ નામકર્મના નિમિત્તથી થાય છે. ઈસ્વાકુ કુલ વગેરેની ઉત્પત્તિમાં પણ તેનો વ્યાપાર નથી કારણ કે તે બધું કાલ્પનિક છે એટલે પરમાર્થતઃ તેમનું અસ્તિત્વ જ
૧. એજન, પૃ. ૩૪૯ ૨. એજન, પૃ. ૩૫૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org