________________
૭૦
આગમિક વ્યાખ્યાઓ નીતિ, યુદ્ધ, ઇષશાસ્ત્ર, ઉપાસના, ચિકિત્સા, અર્થશાસ્ત્ર, બન્ધ, ઘાત, તાડન, યજ્ઞ, ઉત્સવ, સમવાય, મંગલ, કૌતુક, વસ્ત્ર, ગન્ધ, માલ્ય, અલંકાર, ચૂલા, ઉપનયન, વિવાહ, દત્તિ, મૃતપૂજન, વ્યાપના, સ્તૂપ, શબ્દ, ખેલાપન, પૃચ્છના – આ ચાલીસ વિષયો તરફ પણ સંકેત કરવામાં આવ્યો છે. તેમના નિર્માતા અથવા પ્રવર્તક રૂપે ઋષભદેવનું નામ આવે છે.
ઋષભદેવના જીવન-ચરિત્રની સાથે સાથે જ અન્ય બધા તીર્થકરોના ચરિત્ર તરફ પણ થોડોક સંકેત કરવામાં આવ્યો છે તથા સમ્બોધન, પરિત્યાગ, પ્રત્યેક, ઉપધિ, અન્યલિંગ- કુલિંગ, ગ્રામ્યાચાર, પરીષહ, જીવાદિતત્ત્વોપલભ્ય, પ્રાશ્મવશ્રુતલાભ, પ્રત્યાખ્યાન, સંયમ, છદ્મસ્થકાલ, તપ કર્મ, જ્ઞાનોત્પત્તિ, સાધુસાધ્વીસંગ્રહ, તીર્થ, ગણ, ગણધર, ધર્મોપાયદેશક, પર્યાયકાલ, અન્તક્રિયા – મુક્તિ આ એકવીસ દ્વારા વડે તેમના જીવન-ચરિત્રની તુલના કરવામાં આવી છે.
ત્યાર પછી નિયુક્તિકાર એ બતાવે છે કે સામાયિક-અધ્યયનની ચર્ચાની સાથે આ બધી વાતોનું વર્ણન કરવાની શું જરૂર હતી ? સામાયિકના નિર્ગમદ્વારની ચર્ચા સમયે ભગવાન મહાવીરના પૂર્વભવની ચર્ચાનો પ્રસંગ આવ્યો જેમાં તેમના મરીચિજન્મની ચર્ચા આવશ્યક જણાઈ. આ પ્રસંગે ભગવાન ઋષભદેવની ચર્ચા પણ કરવામાં આવી, કેમકે મરીચિની ઉત્પત્તિ ઋષભદેવથી છે (મરીચિ ઋષભદેવનો પૌત્ર હતો). આ રીતે ફરી ઋષભદેવનું ચરિત્ર શરૂ થાય છે. દીક્ષા સમયથી લઈને વર્ષાન્ત સુધી પહોંચે છે ત્યાં ભિક્ષાલાભનો પ્રસંગ આવે છે. આ પ્રસંગે ચોવીસ તીર્થકરોના પારણા – ઉપવાસ ઉપરાન્ત સર્વપ્રથમ ભિક્ષાલાભોનું વર્ણન છે. તેમને જે નગરોમાં ભિક્ષાલાભ થયો તેમનાં નામો આ છે : હસ્તિનાપુર, અયોધ્યા, શ્રાવસ્તી, સાકેત, વિજયપુર, બ્રહ્મસ્થલ, પાટલિખડ, પદ્મખણ્ડ, શ્રેયપુર, રિપુર, સિદ્ધાર્થપુર, મહાપુર, ધાન્યકર, વર્ધમાન, સોમનસ, મન્દિર, ચક્રપુર, રાજપુર, મિથિલા, રાજગૃહ, વીરપુર, તારવતી, કૂપકટ, કોલ્લાકગ્રામ. જે લોકોના હાથે ભિક્ષાલાભ થયો, તેમનાં નામ પણ આ જ રીતે ગણાવવામાં આવ્યા છે તથા તેનાથી થનારા લાભનું પણ વર્ણન કરવામાં આવ્યું છે.* | ઋષભદેવ-ચરિત્ર આગળ વધારતાં નિર્યુક્તિકાર કહે છે કે બાહુબલિએ ભગવાન ઋષભદેવની સ્મૃતિમાં ધર્મચક્રની સ્થાપના કરી. ઋષભદેવ એક સહસ્ર વર્ષ પર્યન્ત છદ્મસ્થપર્યાયમાં વિચરતા રહ્યા. અંતમાં તેમને કેવલજ્ઞાન થયું. તે પછી તેમણે
૨.ગા.૨૦૯-૩૧૨.
૩. ગા. ૩૧૩
૧. ૪.
ગા.૧૮૫-૨૦૬. ગા. ૩૨૩-૩૩૪.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org