SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ આવશ્યકનિર્યુક્તિ ૬૯ ૫. કાલ અર્થાત્ સમય-ચર્ચા, ૬. પુરુષ અર્થાત્ તદાધારભૂત વ્યક્તિની ચર્ચા, ૭. કારણ અર્થાત્ માહાભ્ય-ચર્ચા, ૮. પ્રત્યય અર્થાત્ શ્રદ્ધાની ચર્ચા, ૯. લક્ષણ-ચર્ચા, ૧૦. નય-ચર્ચા, ૧૧. સમવતાર અર્થાત્ નયોની અવતારણાચર્ચા, ૧૨. અનુમત અર્થાત્ વ્યવહાર અને નિશ્ચયનયની દૃષ્ટિએ વિચાર, ૧૩. કિ અર્થાત્ સ્વરૂપવિચાર, ૧૪. ભેદ-વિચાર, ૧૫. સમ્બન્ધ-વિચાર, ૧૬. સ્થાન-વિચાર, ૧૭. અધિકરણ-વિચાર, ૧૮. પ્રાપ્તિ-વિચાર, ૧૯, સ્થિતિ-વિચાર, ૨૦. સ્વામિત્વવિચાર, ૨૧. વિરહકાલ-વિચાર, ૨૨. અવિરહકાલ-વિચાર, ૨૩. ભવ-વિચાર, ૨૪. પ્રાપ્તિકાલ-સંખ્યા વિચાર, ૨૫. ક્ષેત્ર-સ્પર્શન વિચાર, ૨૬. નિરુક્તિ. ઋષભદેવ-ચરિત્ર : - ઉદેશ અને નિર્દેશની નિક્ષેપવિધિ પૂર્વક ચર્ચા થયા બાદ નિર્ગમની ચર્ચા શરૂ થાય છે. નિર્ગમની ચર્ચા કરતી વખતે આચાર્ય દર્શાવે છે કે ભગવાન મહાવીરનું મિથ્યાત્વાદિથી નિર્ગમ અર્થાત્ નીકળવું કેમ થયું? આ પ્રશ્નના ઉત્તરમાં ભગવાન મહાવીરના પૂર્વભવોની ચર્ચાનો પ્રારંભ થાય છે. એટલું જ નહિ પરંતુ આનાથી જ ભગવાન ઋષભદેવના યુગની પહેલા થનાર કુલકરોની ચર્ચા શરૂ થઈ જાય છે. આમાં તેમના પૂર્વભવ, જન્મ, નામ, શરીર-પ્રમાણ, સંહનન, સંસ્થાન, વર્ણ, સ્ત્રીઓ, આયુ, વિભાગ, ભવનપ્રાપ્તિ, નીતિ – આ બધાનું સંક્ષિપ્ત વિવરણ છે. અંતિમ કુલકર નાભિ હતા જેમની પત્ની મરુદેવી હતી. તેમના જ પુત્રનું નામ ઋષભદેવ છે. ઋષભદેવના અનેક પૂર્વભવોનું વર્ણન કર્યા બાદ નિર્યુક્તિકારે દર્શાવ્યું છે કે વીસ કારણોથી ઋષભદેવે પોતાના પૂર્વભવમાં તીર્થંકર નામકર્મ બાંધ્યું હતું. આ વિસ કારણો આ પ્રમાણે છે – ૧. અરિહંત, ૨. સિદ્ધ, ૩. પ્રવચન, ૪. ગુર, ૫. સ્થવિર, ૬, બહુશ્રુત, ૭. તપસ્વી – તેમની પ્રત્યે વત્સલતા, ૮. જ્ઞાનોપયોગ, ૯, દર્શન-સમ્યક્ત, ૧૦. વિનય, ૧૧. આવશ્યક, ૧૨. શીલવ્રત – તેમાં અતિચારનો અભાવ, ૧૩. ક્ષણલવાદિ પ્રત્યે સંવેગભાવના, ૧૪. તપ, ૧૫. ત્યાગ, ૧૬. વૈયાવૃત્ય, ૧૭. સમાધિ, ૧૮, અપૂર્વજ્ઞાનગ્રહણ, ૧૯. શ્રુતભક્તિ અને ૨૦. પ્રવચન-પ્રભાવના. ત્યાર પછી ભગવાન ઋષભદેવના જીવન સાથે સમ્બન્ધ રાખતી નિમ્નોક્ત ઘટનાઓનું વર્ણન છે : જન્મ, નામ, વૃદ્ધિ, જાતિસ્મરણજ્ઞાન, વિવાહ, અપત્ય, અભિષેક, રાજ્યસંગ્રહ. આ ઘટનાઓની સાથે સાથે જ તે યુગના આહાર, શિલ્પ, કર્મ, મમતા, વિભૂષણ, લેખ, ગણિત, રૂપ, લક્ષણ, માનદંડ, પ્રોતન-પોત, વ્યવહાર, ૧. ગા.૧૪પ-૧૭૦. ૨. ગા. ૧૭૮, ૩. ગા. ૧૭૯-૧૮૧. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001313
Book TitleAgamik Vyakhyao Jain History Series 3
Original Sutra AuthorN/A
AuthorMohanlal Mehta
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2007
Total Pages546
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, History, & agam_related_other_literature
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy