________________
પર
આગમિક વ્યાખ્યાઓ બૃહભાષ્ય તથા વ્યવહાર-ભાષ્ય તો આચાર-સમ્બન્ધી વિધિ-વિધાનોથી ભરપૂર છે. પંચકલ્પ-મહાભાષ્યનું કલ્પવિષયક વર્ણન પણ જેન આચારશાસ્ત્રની દષ્ટિએ બહુ મહત્ત્વપૂર્ણ છે. બૃહત્કલ્પ-લઘુભાષ્યમાં હિંસા-અહિંસાના સ્વરૂપની વિશેષ ચર્ચા છે. આમાં તથા અન્ય ભાષ્યોમાં જિનકલ્પ-સ્થવિરકલ્પની વિવિધ અવસ્થાઓનું વિશદ વર્ણન છે. દર્શનશાસ્ત્ર :
સૂત્રકૃતાંગ-નિર્યુક્તિમાં ક્રિયાવાદી, અક્રિયાવાદી વગેરે ૩૬૩ મત-મતાન્તરોનો ઉલ્લેખ છે. વિશેષાવશ્યકભાષ્યમાં પ્રતિપાદિત ગણધરવાદ અને નિતવવાદ દર્શનવાદની વિવિધ દૃષ્ટિઓનું પ્રતિનિધિત્વ કરે છે. આવશ્યક-ચૂર્ણિમાં આજીવક, તાપસ, પવ્રિાજક, તઍણિય (તત્ક્ષણિક), બોટિક વગેરે અનેક મત-મતાન્તરોનું વર્ણન છે. આ જ રીતે અન્ય વ્યાખ્યાઓમાં પણ થોડી-ઘણી દાર્શનિક સામગ્રી મળે છે. સંસ્કૃત ટીકાઓમાં આ પ્રકારની પ્રચુર સામગ્રી છે. જ્ઞાનવાદ :
વિશેષાવશ્યકભાષ્યમાં જ્ઞાનપંચક – મતિ, શ્રુતિ, અવધિ, મન:પર્યવ અને કેવલજ્ઞાનનાં સ્વરૂપ પર વિસ્તારપૂર્વક પ્રકાશ પાડવામાં આવ્યો છે. આ જ રીતે આમાં કેવલજ્ઞાન અને કેવલદર્શનના ભેદ અને અભેદનો પણ યુક્તિપુરસ્સર વિચાર કરવામાં આવ્યો છે. બૃહત્કલ્પ-લઘુભાષ્યના પ્રારંભમાં પણ જ્ઞાનપંચકની વિશેષ ચર્ચા છે. નન્દી-ચૂણિમાં પણ આ જ વિષય પર પર્યાપ્ત પ્રકાશ પાડવામાં આવ્યો છે. આ જ રીતે આચાર્ય હરિભદ્રકૃત નન્દીવૃત્તિમાં પણ જ્ઞાનવાદ પર પર્યાપ્ત સામગ્રી છે. પ્રમાણશાસ્ત્ર :
દશવૈકાલિક-નિર્યુક્તિમાં અનુમાનની પ્રતિજ્ઞા વગેરે દસ પ્રકારના અવયવોનો નિર્દેશ છે. આ જ વિષયનું આચાર્ય હરિભદ્ર પોતાની દશવૈકાલિક-વૃત્તિમાં વિસ્તારથી પ્રતિપાદન કર્યું છે. પ્રમાણશાસ્ત્ર-સમ્બન્ધી ચર્ચા માટે આચાર્ય શીલાંક તથા મલયગિરિની ટીકાઓ વિશેષ દૃષ્ટવ્ય છે. કર્મવાદ : ' વિશેષાવશ્યકભાષ્યમાં સામાયિકનિર્ગમની ચર્ચાના પ્રસંગમાં ઉપશમ અને ક્ષપક શ્રેણીનું તથા સિદ્ધ-નમસ્કારનું વ્યાખ્યાન કરતાં આચાર્યે કર્મસ્થિતિ, સમુદ્યાત, શૈલેષી-અવસ્થા વગેરેનું વર્ણન કર્યું છે. બૃહત્કલ્પ-લઘુભાષ્યના તૃતીય ઉદેશમાં હિંસાના સ્વરૂપ-વર્ણનના પ્રસંગે રાગાદિની તીવ્રતા અને તીવ્ર કર્મબન્ધ, હિંસકનાં જ્ઞાન તથા અજ્ઞાનને કારણે કર્મબન્ધની ન્યૂનાધિકતા, અધિકરણવૈવિધ્યથી કર્મવૈવિધ્ય વગેરેનું વિસ્તારપૂર્વક પ્રતિપાદન કરવામાં આવ્યું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org