________________
પ્રાસ્તાવિક
પ૧ શાન્તિસાગરગણિવિદગ્ધ કલ્પસૂત્ર-કલ્પકૌમુદી :
આ વૃત્તિ તપાગચ્છીય ધર્મસાગરગણિના પ્રશિષ્ય અને શ્રુતસાગરગણિના શિષ્ય શાન્તિસાગરગણિએ વિ.સં.૧૭૦૭માં રચી. વૃત્તિનું ગ્રંથમાન ૩૭૦૭ શ્લોક-પ્રમાણ
પૃથ્વીચન્દ્રસૂરિપ્રણીત કલ્પસૂત્ર-ટિપ્પણકઃ |
પ્રસ્તુત ટિપ્પણકના પ્રણેતા પૃથ્વીચન્દ્રસૂરિ દેવસેનગણિના શિષ્ય છે. દેવસેનગણના ગુરુનું નામ યશોભદ્રસૂરિ છે. યશોભદ્રસૂરિ શાકંભરી રાજાને પ્રતિબોધ આપનાર આચાર્ય ધર્મઘોષના શિષ્ય છે. ધર્મઘોષસૂરિના ગુરુ ચન્દ્રકુલીન શીલભદ્રસૂરિ છે. લોકભાષાઓમાં નિર્મિત વ્યાખ્યાઓ :
આગમોની સંસ્કૃત વ્યાખ્યાઓમાં બહુલતા હોવા છતાં પણ પછીના આચાર્યોએ જનહિતની દષ્ટિએ લોકભાષાઓમાં આગમોની વ્યાખ્યાઓ રચવી આવશ્યક સમજી. પરિણામે તત્કાલીન પ્રાચીન ગુજરાતીમાં કેટલાક આચાર્યોએ આગમો પર સરળ તથા સુબોધ બાલાવબોધ લખ્યા. આ પ્રકારના બાલાવબોધ લખનારાઓમાં વિક્રમની સોળમી શતાબ્દીમાં વિદ્યમાન પાર્શ્વચન્દ્રગણિ તથા અઢારમી સદીમાં વિદ્યમાન લોકાગચ્છીય (સ્થાનકવાસી) મુનિ ધર્મસિંહનું નામ વિશેષ ઉલ્લેખનીય છે. મુનિ ધર્મસિંહે ભગવતી, જીવાભિગમ, પ્રજ્ઞાપના, ચન્દ્રપ્રજ્ઞપ્તિ અને સૂર્યપ્રજ્ઞપ્તિ છોડીને સ્થાનકવાસી-સમ્મત શેષ ૨૭ આગમો પર બાલાવબોધ – ટબા લખ્યાં છે. હિન્દી વ્યાખ્યાઓમાં મુનિ હતિમલકત દશવૈકાલિક-સૌભાગ્યચન્દ્રિકા અને નન્દીસૂત્રભાષાટીકા, ઉપાધ્યાય આત્મારામકૃત દશાશ્રુતસ્કન્ધ-ગણપતિગુણપ્રકાશિકા, દશવૈકાલિક-આત્મજ્ઞાનપ્રકાશિકા, ઉત્તરાધ્યયન-આત્મજ્ઞાનપ્રકાશિકા, ઉપાધ્યાય અમરમુનિકત આવાયક-વિવેચન (શ્રમણ સૂત્ર) વગેરે ઉલ્લેખનીય છે.. આગમિક વ્યાખ્યાઓમાં સામગ્રી-વૈવિધ્ય :
જૈન આગમોની જે વ્યાખ્યાઓ ઉપલબ્ધ છે તે માત્ર શબ્દાર્થ સુધી જ સીમિત નથી. તેમાં આચારશાસ્ત્ર, દર્શનશાસ્ત્ર, સમાજશાસ્ત્ર, નાગરિકશાસ્ત્ર, મનોવિજ્ઞાન વગેરે વિષયો સમ્બન્ધિત પ્રચુર સામગ્રી વિદ્યમાન છે. ' આચારશાસ્ત્ર :
આવશ્યક-નિર્યુક્તિનું સામાયિક સમ્બન્ધી અધિકાંશ વિવેચન આચારશાસ્ત્રવિષયક છે. આ જ રીતે અન્ય નિર્યુક્તિઓમાં પણ એતદ્વિષયક સામગ્રીની પ્રચુરતા છે. વિશેષાવશ્યક ભાષ્યમાં સામાયિક વગેરે પાંચ પ્રકારના ચારિત્રનું વિસ્તારપૂર્વક વ્યાખ્યાન કરવામાં આવ્યું છે. જીવકલ્પ-ભાષ્ય, બૃહત્કલ્પ-ભાષ્ય, બૃહત્કલ્પ
Sain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org