________________
૩૬
હરિભદ્રસૂરિકૃત ટીકાઓ :
હરિભદ્રનો જન્મ વીરભૂમિ મેવાડના ચિત્તોડ નગરમાં થયો હતો. તેઓ આ જ નગરના રાજા જિતારિના રાજપુરોહિત હતા. તેમના ગચ્છપતિ ગુરુનું નામ જિનભટ, દીક્ષાદાતા ગુરુનું નામ જિનદત્ત, ધર્મજનનીનું નામ યાકિની મહત્તરા, ધર્મકુળનું નામ વિદ્યાધરગચ્છ તથા સંપ્રદાયનું નામ શ્વેતામ્બર હતું. તેમનો સમય ઈસ્વી સન્ ૭૦૦૭૭૦ અર્થાત્ વિ.સં. ૭૫૭-૮૨૭ છે. કહેવાય છે કે હરિભદ્રસૂરિએ ૧૪૪૪ ગ્રંથોની રચના કરી હતી. તેમના લગભગ ૭૫ ગ્રંથ તો હજુ પણ ઉપલબ્ધ છે. આ ગ્રન્થોને જોતાં એમ કહેવું પડે છે કે આચાર્ય હરિભદ્ર એક બહુશ્રુત વિદ્વાન હતા. તેમની વિદ્વત્તા નિઃસંદેહ અદ્વિતીય હતી. તેમણે નન્દી, અનુયોગદ્વાર, દશવૈકાલિક, પ્રજ્ઞાપના, આવશ્યક, જીવાભિગમ અને પિણ્ડનિર્યુક્તિ ૫૨ ટીકાઓ રચી. પિણ્ડનિર્યુક્તિની અપૂર્ણ ટીકા વીરાચાર્યે પૂરી કરી.
આગમિક વ્યાખ્યાઓ
નન્તીવૃત્તિ :
આ ટીકા પ્રાયઃ નન્દીચૂર્ણિનું જ રૂપાંતર છે. આમાં ટીકાકારે કેવલજ્ઞાન અને કેવલદર્શનનું સ્વરૂપ પ્રતિપાદિત કરતાં તેમનાં યૌગપદ્યના સમર્થન માટે સિદ્ધસેન વગેરેનો, ક્રમિકત્વના સમર્થન માટે જિનભદ્ર વગેરેનો તથા અભેદના સમર્થન માટે વૃદ્ધાચાર્યોનો નામોલ્લેખ કર્યો છે. અત્રે ઉલ્લિખિત સિદ્ધસેન સિદ્ધસેન-દિવાકરથી ભિન્ન કોઈ અન્ય આચાર્ય હોઈ શકે છે. તેમનો આ મત દિગમ્બરસંમત છે, કેમકે દિગમ્બર આચાર્ય કેવલજ્ઞાન અને કેવલદર્શનને યુગપદ્ માને છે. સન્મતિતર્કના કર્તા સિદ્ધસેન-દિવાકર તો અભેદવાદના સમર્થક અથવા કહો કે પ્રવર્તક છે. ટીકાકારે સંભવતઃ વૃદ્ધાચાર્ય રૂપે તેમનો જ નિર્દેશ કર્યો છે. ક્રમિકત્વના સમર્થક જિનભદ્ર વગેરેને સિદ્ધાન્તવાદી કહેવામાં આવ્યા છે. પ્રસ્તુત ટીકાનું ગ્રંથમાન ૧૩૩૬ શ્લોકપ્રમાણ છે.
અનુયોગદ્વારટીકા :
આ ટીકા અનુયોગદ્વારચૂર્ણિની જ શૈલીમાં છે. આનું નિર્માણ નન્દી ટીકા પછી થયું છે, જેનો સ્વયં ટીકાકારે પ્રસ્તુત ટીકાના પ્રારંભમાં નિર્દેશ કર્યો છે. આમાં આવશ્યકવિવરણ અને નન્દી-વિશેષવિવરણનો પણ ઉલ્લેખ છે.
દશવૈકાલિકવૃત્તિ :
આ વૃત્તિ દશવૈકાલિકનિયુક્તિનું અનુસરણ કરતાં લખવામાં આવી છે. આમાં અનેક પ્રાકૃત કથાનકો તથા સંસ્કૃત અને પ્રાકૃત ઉદ્ધરણો છે. કયાંક-ક્યાંક દાર્શનિક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.otg