SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રાસ્તાવિક ૩૫ પોતાના જીવનકાળમાં પૂર્ણ ન કરી શક્યા. આ અપૂર્ણ કાર્યને કોટ્યાર્યે (જે કોટ્યાચાર્યથી ભિન્ન છે) પૂર્ણ કર્યું. આ દૃષ્ટિએ આચાર્ય જિનભદ્ર પ્રાચીનતમ આગમિક ટીકાકાર છે. ભાષ્ય, ચૂર્ણિ અને ટીકા – ત્રણે પ્રકારના વ્યાખ્યાત્મક સાહિત્યમાં તેમનું યોગદાન છે. ભાષ્યકારના રૂપમાં તો તેમની પ્રસિદ્ધિ છે જ. અનુયોગદ્વારના અંગુલ પદ પર તેમની એક ચૂર્ણિ પણ છે. ટીકાના રૂપમાં એમણે લખેલી વિશેષાવશ્યકભાષ્યસ્વોપજ્ઞવૃત્તિ છે જ. ટીકાકારોમાં હરિભદ્રસૂરિ, શીલાંકસૂરિ, વાદિવેતાલ શાન્તિસૂરિ, અભયદેવસૂરિ, મલયગિરિ, મલધારી હેમચન્દ્ર વગેરે વિશેષ પ્રસિદ્ધ છે. આમાં હરિભદ્રસૂરિ પ્રાચીનતમ છે. કેટલાક ટીકાકારોનાં નામ અજ્ઞાત પણ છે. જ્ઞાતનામ ટીકાકારો આ છે : જિનભદ્રગણિ, હરિભદ્રસૂરિ, કોટ્યાચાર્ય, કોટ્યાર્ય અથવા કોટ્ટાર્ય, જિનભટ, શીલાંકસૂર, ગંધહસ્તી, વાદિવેતાલ શાન્તિસૂરિ, અભયદેવસૂરિ, દ્રોણસૂરિ, મલયગિર, મલધારી હેમચન્દ્ર, નેમિચન્દ્રસૂરિ અપરનામ દેવેન્દ્રગણિ, શ્રીચન્દ્રસૂરિ, શ્રીતિલકસૂરિ, ક્ષેમકીર્તિ, ભવનનુંગસૂરિ, ગુણરત્ન, વિજયવિમલ, વાનરર્ષિ, હીરવિજયસૂરિ, શાન્તિચન્દ્રગણિ, જિનહંસ, હર્ષકુલ, લક્ષ્મીકલ્લોલગણિ, દાનશેખરસૂરિ, વિનયહંસ, મિસાધુ, જ્ઞાનસાગર, સોમસુન્દર, માણિક્યશેખર, શુભવર્ધનગણિ, ધીરસુન્દર, કુલપ્રભ, રાજવલ્લભ, હિતચિ, અજિતદેવસૂરિ, સાધુરંગ ઉપાધ્યાય, નગર્ષિગણિ, સુમતિકલ્લોલ, હર્ષનન્દન, મેઘરાજ વાચક, ભાવસાગર, પદ્મસુન્દરગણિ, કસ્તૂરચન્દ્ર, હર્ષવલ્લભ ઉપાધ્યાય, વિવેકહંસ ઉપાધ્યાય, જ્ઞાનવિમલસૂરિ, રાજચન્દ્ર, રત્નપ્રભસૂરિ, સમરચન્દ્રસૂરિ, પદ્મસાગર, જીવવિજય, પુણ્યસાગર, વિનયરાજગણિ, વિજયસેનસૂરિ, હેમચન્દ્રગણિ, વિશાલસુન્દર, સૌભાગ્યસાગર, કીર્તિવલ્લભ, કમલસંયમ ઉપાધ્યાય, તપોરત્ન વાચક, ગુણશેખર, લક્ષ્મીવલ્લભ, ભાવવિજય, હર્ષનંદનગણિ, ધર્મમંદિર ઉપાધ્યાય, ઉદયસાગર, મુનિચન્દ્રસૂરિ, જ્ઞાનશીલગણિ, બ્રહ્મર્ષિ, અજિતચન્દ્રસૂરિ, રાજશીલ, ઉદયવિજય, સુમતિસૂરિ, સમયસુન્દર, શાન્તિદેવસૂરિ, સોમવિમલસૂરિ, ક્ષમારત્ન, જયદયાલ વગેરે. આમાંથી જેમનાં જીવન વગેરે વિષયમાં કેટલીક પ્રામાણિક સામગ્રી ઉપલબ્ધ છે તેમનો પરિચય આપતાં તેમની ટીકાઓનો સંક્ષિપ્ત પરિચય પ્રસ્તુત કરીએ છીએ. આ પરિચયમાં પ્રકાશિત ટીકાઓની પ્રધાનતા રહેશે. જિનભદ્રકૃતવિશેષાવશ્યકભાષ્ય-સ્વોપજ્ઞવૃત્તિ : ભાષ્યકાર આચાર્ય જિનંભદ્રગણિ ક્ષમાશ્રમણકૃત પ્રસ્તુત અપૂર્ણ વૃત્તિ કોટ્યાર્યે વાદિગણિએ પૂર્ણ કરી. જિનભદ્ર છઠ્ઠા ગણધરવાદ સુધીની વૃત્તિ સમાપ્ત કરી દેવગતિ પામ્યા હતા. વૃત્તિની ઉપલબ્ધ પ્રતથી સ્પષ્ટ છે કે વૃત્તિનો અવશિષ્ટ ભાગ કોટ્યાર્યે પૂર્ણ કર્યો હતો. પ્રસ્તુત વૃત્તિ અતિ સરળ, સ્પષ્ટ અને સંક્ષિપ્ત છે. Jan Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001313
Book TitleAgamik Vyakhyao Jain History Series 3
Original Sutra AuthorN/A
AuthorMohanlal Mehta
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2007
Total Pages546
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, History, & agam_related_other_literature
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy