________________
૨૬
આગમિક વ્યાખ્યાઓ ગ્રહણ કરનારના ગુણ-દોષોનું વિવેચન કરતાં આચાર્યે દર્શાવ્યું છે કે કેટલાક લોકો પોતાના દેશ-સ્વભાવથી જ અનેક દોષોથી યુક્ત હોય છે. આશ્વમાં ઉત્પન્ન થયો હોય અને અક્રૂર હોય, મહારાષ્ટ્રમાં પેદા થયો હોય અને અવાચાળ હોય, કોશલમાં પેદા થયો હોય અને અદુષ્ટ હોય – એવો સોમાંથી એક પણ મળવો દુર્લભ છે. આઠમા ઉદેશની વ્યાખ્યામાં શયનાદિ નિમિત્તે સામગ્રી એકઠી કરવાની તથા પાછી આપવાની વિધિ બતાવવામાં આવી છે તથા આહારની મર્યાદા પર પ્રકાશ પાડવામાં આવ્યો છે. કુકડીના ઈંડા જેવડા આઠ કોળિયા ખાનાર સાધુ અલ્પાહારી કહેવાય છે. એ જ રીતે બાર, સોળ, ચોવીસ, એકત્રીસ અને બત્રીસ ગ્રાસ ગ્રહણ કરનાર સાધુ ક્રમશ: અપાર્ધાહારી, અર્ધાહારી, પ્રાણાવમોદર્ય, કિચિંદવમોદર્ય અને પ્રમાણાહારી કહેવાય છે. નવમા ઉદેશની વ્યાખ્યામાં ભાષ્યકારે શય્યાતર અર્થાત સાગરિકના જ્ઞાતિજન, સ્વજન, મિત્ર વગેરે આગંતુક લોકો સંબંધિત આહારના ગ્રહણ-અગ્રહણના વિવેક પર પ્રકાશ પાડતાં નિર્ચન્થોની વિવિધ પ્રતિમાઓનું સ્વરૂપ દર્શાવ્યું છે. દસમા ઉદેશ સંબંધિત ભાષ્યમાં યવમધ્યપ્રતિમા અને વજમધ્યપ્રતિમાનું વિશેષ વિવેચન છે. સાથે જ પાંચ પ્રકારના વ્યવહાર, બાલદીક્ષાની વિધિ, દસ પ્રકારની સેવા-વૈયાવૃત્ય વગેરેનું પણ વ્યાખ્યાન કરવામાં આવ્યું છે. ઓઘનિર્યુક્તિ-ભાષ્ય :
ઓઘનિર્યુક્તિ-લઘુભાષ્યમાં ઓઘ, પિણ્ડ, વ્રત, શ્રમણધર્મ, સંયમ, વૈયાવૃત્ય, ગુપ્તિ, તપ, સમિતિ, ભાવના, પ્રતિમા, ઇન્દ્રિયનિરોધ, પ્રતિલેખના, અભિગ્રહ, અનુયોગ, કાયોત્સર્ગ, ઔપઘાતિક, ઉપકરણ વગેરે વિષયોનું સંક્ષિપ્ત વ્યાખ્યાન છે. ઓઘનિર્યુક્તિ-બૃહભાષ્યમાં આ જ વિષયો પર વિશેષ પ્રકાશ પાડવામાં આવ્યો
છે.
પિચ્છનિયુક્તિ-ભાષ્ય :
આમાં પિણ્ડ, આધાકર્મ, ઔશિક, મિશ્રજાત, સૂક્ષ્મપ્રાભૃતિકા, વિશોધિ, અવિશોધિ વગેરે શ્રમણધર્મસંબંધી વિષયોનું સંક્ષિપ્ત વિવેચન છે. પંચકલ્પ-મહાભાષ્ય :
આ ભાષ્ય પંચકલ્પનિર્યુક્તિના વ્યાખ્યાન રૂપે છે. ભાષ્યકારે નિર્યુક્તિની પ્રથમ ગાથામાં પ્રયુક્ત ભદ્રબાહુ પદનો અર્થ ‘સુન્દર બાહુઓથી યુક્ત કર્યો છે અને દર્શાવ્યું છે કે અન્ય ભદ્રબાહુઓથી છેદસૂત્રકાર ભદ્રબાહુને પૃથક સિદ્ધ કરવા માટે તેમના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org