________________
પ્રાસ્તાવિક
૨૫
નવમ
વ્યક્તિ ક્ષિપ્તચિત્ત કેમ હોય છે ? ક્ષિપ્રચિત્ત હોવાના ત્રણ કારણ છે : રાગ, ભય અને અપમાન. દીપ્તચિત્ત ક્ષિપ્તચિત્તથી તદ્દન વિરોધી સ્વભાવનો હોય છે. ક્ષિતચિત્ત હોવાનું મુખ્ય કારણ અપમાન છે, જ્યારે દીઋચિત્ત હોવાનું મુખ્ય કારણ સમ્માન છે. વિશિષ્ટ સમ્માન પછી મદને કારણે, લાભમદથી પ્રમત્ત થવા અથવા દુર્જય શત્રુઓને જીતવાના મદથી ઉન્મત્ત થવાને કારણે વ્યક્તિ દીઋચિત્ત બની જાય છે. ક્ષિપ્તચિત્ત અને દીપ્તચિત્તમાં એક અંતર એ છે કે ક્ષિક્ષચિત્ત પ્રાયઃ મૌન રહે છે જયારે દિ×ચિત્ત અનાવશ્યક બક-બક કર્યા કરે છે. તૃતીય ઉદેશના ભાષ્યમાં ઈચ્છા, ગણ વગેરે શબ્દોનું નિક્ષેપપૂર્વક વ્યાખ્યાન કરવામાં આવ્યું છે તથા ગણાવચ્છેદક, આચાર્ય, ઉપાધ્યાય, પ્રવર્તક, સ્થવિર, પ્રવર્તિની વગેરે પદવીઓ ધારણ કરનારાની યોગ્યતાઓનો વિચાર કરવામાં આવ્યો છે. જે એકાદશાંગ-સૂત્રાર્થધારી છે, પૂર્વના જ્ઞાતા છે, કૃતયોગી છે, બહુશ્રુત છે, બહ્માગમ છે, સૂત્રાર્થવિશારદ છે, ધીર છે, શ્રુતનિષર્ષ છે, મહાજન છે તે જ આચાર્ય વગેરે પદવીઓને યોગ્ય છે. ચતુર્થ ઉદ્દેશની વ્યાખ્યામાં સાધુઓના વિહાર સંબંધી વિધિ-વિધાન છે. શીત અને ઉષ્ણકાળના આઠ મહિનામાં આચાર્ય તથા ઉપાધ્યાયે એક પણ અન્ય સાધુ સાથમાં ન હોય તો વિહાર ન કરવો જોઈએ. ગણાવચ્છેદકે ઓછામાં ઓછા બે સાધુઓ સાથે હોય તો જ વિહાર કરવો જોઈએ. આચાર્ય તથા ઉપાધ્યાયે ઓછામાં ઓછા બે સાધુ સાથે હોય તો જ અલગ ચાતુર્માસ કરવો (વર્ષાઋતુમાં એક સ્થાન પર રહેવું) જોઈએ. ગણાવચ્છેદક માટે ચાતુર્માસમાં ઓછામાં ઓછા ત્રણ અન્ય સાધુઓનો સહવાસ અનિવાર્ય છે. પ્રસ્તુત ઉદ્દેશની વ્યાખ્યામાં નિમ્નોક્ત વિષયો પર પણ પ્રકાશ પાડવામાં આવ્યો છે : જાતસમાપ્તકલ્પ, જાતઅસમાપ્તકલ્પ, અજાતસમાÇકલ્પ, અજાતઅસમાપ્તકલ્પ, વર્ષાકાળ માટે ઉપયુક્ત સ્થાન, જૈવાર્ષિકસ્થાપના, ગણધરસ્થાપના, ગ્લાનની સેવા-શુશ્રુષા, અવગ્રહનો વિભાગ, આહારાદિવિષયક અનુકંપા વગેરે. પંચમ ઉદ્દેશની વ્યાખ્યામાં સાધ્વીઓના વિહારસંબંધી નિયમો પર પ્રકાશ પાડવામાં આવ્યો છે. છઠ્ઠા ઉદેશના ભાષ્યમાં સાધુ-સાધ્વીઓના સંબંધીઓને ત્યાંથી આહારાદિ ગ્રહણ કરવાના નિયમોનું નિરૂપણ કરવામાં આવ્યું છે. સાતમા ઉદેશના ભાષ્યમાં અન્ય સમુદાયમાંથી આવનાર સાધુ-સાધ્વીઓને પોતાના સમુદાયમાં લેવાના નિયમો પર પ્રકાશ પાડવામાં આવ્યો છે. જે સાધુ-સાધ્વીઓ સાંભોગિક છે અર્થાત્ એક જ આચાર્યના સંરક્ષણમાં રહે છે તેમણે પોતાના આચાર્યની અનુમતિ પ્રાપ્ત કર્યા વગર અન્ય સમુદાયમાંથી આવનાર સાધુ-સાધ્વીઓને પોતાના સંઘમાં સમ્મિલિત ન કરવા જોઈએ. જો કોઈ સ્ત્રીએ એક સંઘમાં દીક્ષા લઈને બીજા સંઘની સાધ્વી બનવું હોય તો તેને દીક્ષા ન આપવી જોઈએ. તેણે જે સંઘમાં રહેવું હોય તે જ સંઘમાં દીક્ષા ગ્રહણ કરવી જોઈએ. પુરુષ માટે એવો નિયમ નથી. તે કારણવશ એક સંધમાં દીક્ષા લઈને બીજા સંધના આચાર્યને પોતાના ગુરુ બનાવી શકે છે. દીક્ષા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org